રોગનાં લક્ષણો:
સીઓપીડીનાં પ્રારંભિક લક્ષણો ઓળખવાં સરળ છે. કેટલાંક સૌથી સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
-
ક્યારેક શ્વાસ ચડવો/હાંફી જવું, ખાસ કરીને કસરત પછી
-
લાંબો સમય ચાલતી કે ફરી ફરીને થતી રહેતી ખાંસી
-
મ્યુકસ (ગળફો) બનવું
ઉપરનાં લક્ષણો સમય જતાં વધુ તીવ્ર બને છે. જો વેળાસર ઉપચાર કરવામાં ન આવે તો સીઓપીડીને કારણે કપડાં પહેરવાં, ખાવું કે ભોજનની વ્યવસ્થા કરવી વગેરે જેવાં સરળ કામો કરતી વખતે પણ શ્વાસ ચડી શકે છે. ક્યારેક, શ્વસન માટે વધુ પ્રયત્ન કરવો પડે છે અને તમને એવું લાગી શકે છે કે તમારું વજન સતત ઓછું થઈ રહ્યું છે અને તમે નબળા પડી રહ્યા છો.