નિદાન
સીઓપીડી માટે કોઈ એક પરીક્ષણ નથી. ધૂમ્રપાન અથવા ધૂમ્રસેર/ધુમાડા/દાહક પદાર્થોનાં અન્ય સ્વરૂપોના સતત સંસર્ગમાં રહેવાનો વિગતવાર ઇતિહાસ નોંધીને, રોગનાં લક્ષણો, શારીરિક તપાસ અને ફેફસાંના કાર્યના સ્પાઇરોમેટ્રી કહેવાતા પરીક્ષણ દ્વારા સીઓપીડીનું પ્રારંભિક તબક્કાઓ દરમિયાન નિદાન કરવું શક્ય છે.
તેથી, જો તમને લાગે કે થોડા સમયથી આ લક્ષણો દૂર થયાં નથી તો તમારા ડૉક્ટરની મુલાકાત લઈને રોગનું નિદાન અને સારવાર કરાવો એ જરૂરી બને છે, જેથી તમારાં ફેફસાંને થયેલા નુકસાનને ઠીક કરવામાં મદદ મળે.