સીઓપીડી

સીઓપીડીની સારવાર કરવી (ઉપચાર)

સીઓપીડીનો કોઈ ઉપચાર નથી, પરંતુ તેની એવી સારવારો છે જેનાથી તમે આ રોગને કાબૂમાં રાખી શકો. તમને સીઓપીડી હોવાનો અર્થ એ નથી કે તમે જીવન આનંદમય રીતે વિતાવી ન શકો. યોગ્ય દવા, યોગ્ય આહાર અને જીવનશૈલીમાં અમુક ફેરફારો કરવાથી તમે સીઓપીડીને સરળતાથી કાબૂમાં લઈ શકો છો.

 

એ) ધૂમ્રપાન બંધ કરો

 

જો તમે ધૂમ્રપાન કરતા હો તો ધુમ્રપાન બંધ કરો. આ જીવનશૈલીનો સૌથી અગત્યનો ફેરફાર છે જે કરવો જરૂરી છે. તમને બહુ લાંબા સમયથી ધૂમ્રપાનની ટેવ હોય તો પણ તેનાથી દૂર રહેવાથી ફેફસાંની કોશિકાઓને થતા નુકસાનમાં ઘટાડો થાય છે. હવે, એવાં ઉત્પાદો બજારમાં મળે છે જે તમને ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે. તમારા ડૉક્ટર આ અંગે તમને કહેશે.

 

બી) ફેફસાં માટે દાહક એવા અન્ય પદાર્થો ટાળો

 

ધૂમ્રપાન ઉપરાંત કેટલાંક અન્ય પરિબળો હોઈ શકે છે જેનાથી તમારાં ફેફસાં પર દાહક અસર થાય, જેમ કે અન્ય કોઈ ધૂમ્રપાન કરે તેનો ધુમાડો શ્વાસમાં જવો, રસાયણોની ધૂમ્રસેર અને રજકણો. આ બધાંથી દૂર રહેવું જોઈએ.

 

સી) યોગ્ય દવા નિયમિતપણે લો

 

દવાઓથી લક્ષણોમાં ઘટાડો થઈ શકે છે અને તે ઉથલો મારે એવી ઘટનાઓ પર કાપ મૂકી શકાય છે. સીઓપીડીની દવાઓ હવામાર્ગોને બે પ્રકારે મદદ કરે છે. તેમને પહોળા કરે છે અને સોજો ઓછો કરે છે. સીઓપીડીની તમામ નવી દવાઓ અત્યંત અસરકારક છે અને તે તમારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ કરે છે. મોટાભાગની દવાઓ શ્વાસ વાટે લઈ શકાય એવા સ્વરૂપે ઉપલબ્ધ હોય છે, કારણ કે ઇન્હેલરનો ઉપયોગ કરવો સલામત છે. લક્ષણોને નિયંત્રિત કરવા માટે વ્યક્તિ નિયમિતપણે દવાઓ લે તે જરૂરી છે (ડૉક્ટરના સૂચવ્યા પ્રમાણે). 

 

ક્યારેક સીઓપીડીને કારણે લોહીમાં ઑક્સિજનનાં સ્તરો ઘટી શકે છે. તમને આ બાબતે ચિંતા થાય એ પહેલાં જ પૂરક ઑક્સિજનની મદદથી આ પરિસ્થિતિને સરળતાથી કાબૂમાં લઈ શકાય છે.

ડી). રસીઓ

જેમને સીઓપીડી હોય એવા મોટાભાગના લોકોને ફેફસાંના ચેપ થવાની સંભાવના વધારે હોય છે તેથી તમે દર વર્ષે ફ્લુની રસી મેળવો તે જરૂરી છે. 

Please Select Your Preferred Language