બ્રોન્ચાઇટિસ

રોગ વિશે

સતત આવતી ખાંસી અને સાથે મ્યુકસ (ગળફો) અને શ્વાસની તકલીફ એ શ્વાસનળીની અન્તસ્ત્વચાનો સોજો (બ્રોન્કાઇટિસ) સૂચવે છે. જ્યારે ફેફસાંના હવામાર્ગો કે જે બ્રોન્કાયલ ટ્યૂબ્સ તરીકે ઓળખાય છે તેને ચેપ લાગે કે ચચરાટ થાય અને સોજો આવે ત્યારે આ સમસ્યા શરૂ થાય છે. આના કારણે આ નલિકાઓમાં હવાની અવરજવરમાં તકલીફ પડે છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બ્રોન્કાઇટિસથી ચિંતિત થવાની જરૂર છે અને યોગ્ય નિદાન બાદ તેનો
સંપૂર્ણપણે ઉપચાર શક્ય છે. બૅક્ટીરિઆ, વિષાણુઓ, ચચરાટ પેદા કરતા પદાર્થો, ધુમાડો અને
રસાયણો એ બ્રોન્કાઇટિસ થવાનાં કેટલાંક સામાન્ય કારણો છે.
યોગ્ય નિદાન અને સારવારથી બ્રોન્કાઇટિસનો ઉપચાર થઈ શકે છે
વ્યાપકપણે જોતાં બ્રોન્કાઇટિસના બે પ્રકારો છે -
અક્યૂટ બ્રોન્કાઇટિસ - આ વધારે સામાન્ય છે, જે વાઇરલ કે બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે.
કેટલાંક લક્ષણોમાં ખાંસી, તાવ, ગળામાં દુખાવો અને શ્વાસમાં સિસોટી જેવો અવાજ વગેરે
અસરો થાય છે. તે સામાન્ય રીતે થોડાં અઠવાડિયાં ચાલે છે, પરંતુ સામાન્ય રીતે બાદમાં કોઈ
સમસ્યા થતી નથી.
મધ્યમ કદના હવા માર્ગનો દીર્ઘકાલિન સોજો - આ મધ્યમ કદના હવા માર્ગના તીવ્ર સોજા
કરતાં થોડો વધારે ગંભીર છે. આ પ્રકારનો બ્રોન્કાઇટિસ સામાન્ય રીતે ફરી ફરી થતો રહે છે
અથવા લાંબો સમય રહે છે. તે સીઓપીડી જેવી ફેફસાંની અન્ય સમસ્યાઓ સૂચવે છે. મુખ્ય
લક્ષણોમાં ખાંસી અથવા શ્વસનની સમસ્યાઓ છે જે મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. ધૂમ્રપાન
એ સ્થાયી બ્રોન્કાઇટિસનું સૌથી સામાન્ય કારણ છે.
એ બાબત યાદ રાખવા જેવી છે કે યોગ્ય નિદાન અને સારવાર સાથે બ્રોન્કાઇટિસનો ઉપચાર
શક્ય છે.

For more information on the use of Inhalers, click here

Please Select Your Preferred Language