બ્રોન્ચાઇટિસ

તમારે ડૉક્ટરને ક્યારે મળવું જોઈએ?

બ્રોન્કાઇટિસ અક્યૂટ હોય કે સ્થાયી હોય તેના માટે તબીબી ઉપચાર જરૂરી બને છે, જેથી તમને
યોગ્ય સારવાર મળી શકે. જો તમને લાગે કે તમારી ખાંસીના નીચેનાં લક્ષણો છે તો શક્ય
તેટલી જલ્દી તમારા ડૉક્ટરને મળવું જરૂરી છે.
 જો તમને ખાંસીમાં લોહી આવે અથવા જાડું/ઘેરું મ્યૂકસ (ગળફો) આવે

 જો તમારા મોંમાં ખરાબ સ્વાદ આવે

 જો તેનાથી તમારી ઊંઘમાં ખલેલ પડે

 જો તે 3 અઠવાડિયાંથી વધુ ચાલે

 તેનાથી છાતીમાં દુખાવો થાય

 જો તેનાથી બોલવામાં તકલીફ પડે

 જો તેની સાથે શ્વાસમાં સિસોટી જેવો અવાજ અને/અથવા શ્વાસ ચડવાની ઘટના જેવાં
અન્ય લક્ષણો હોય

 જો તેની સાથે વજનમાં સમજાવી શકાય નહિ એવો ઘટાડો થાય

Please Select Your Preferred Language