અસ્થમા

અસ્થમા વિશે

અસ્થમા એ એવી સ્થિતિ છે જે ભય અને ચિંતા ઉપજાવે છે. પરંતુ હકીકતમાં કશું ચિંતાજનક હોતું નથી. સરળ શબ્દોમાં કહીએ તો અસ્થમા એ શ્વસનની સમસ્યા છે જે ફેફસાંમાં હવામાર્ગોને અસર કરે છે. થાય છે એવું કે ક્યારેક હવામાર્ગો અમુક પદાર્થો સામે પ્રતિક્રિયા કરે છે જેનાથી તેમની આસપાસના સ્નાયુઓ સખ્ત થાય છે, જેના કારણે હવામાર્ગો સાંકડા બને છે અને શ્વસન મુશ્કેલ બને છે. આનાથી હવામાર્ગના અસ્તરમાંથી વધારાના મ્યુકસનો સ્રાવ થાય છે જેના કારણે હવામાર્ગો વધુ સાંકડા થાય છે. આ બધું ડરામણું લાગે છે, પરંતુ ખરેખર એવું નથી.

સામાન્ય સક્રિય જીવન જીવવામાંથી તમારે પાછીપાની કરવાની જરૂર નથી
 

તેથી અસ્થમા સતત રહે છે કે તે આવે અને જાય છે? સીઝનલ અસ્થમા કહેવાતી સ્થિતિ હોય છે, જેમાં એક સીઝન દરમિયાન તમારાં લક્ષણો વણસી શકે છે અને બીજી સીઝનમાં તે બિલકુલ દેખાય નહિ એમ બની શકે છે. આનાથી એવી ગેરસમજ ઉદ્ભવે છે કે અસ્થમા એ એવી બિમારી છે કે કોઈ સ્પષ્ટ કારણ વિના આવે અને જાય છે. જોકે, અસ્થમા લાંબો સમય તમારી સાથે રહે છે. પરંતુ એક વખત તમે અસ્થમા વિશે વધુ જાણો ત્યારબાદ અસ્થમાને કાબૂમાં લેવો અને અસ્થમાનો હુમલો અટકાવવો એટલો મુશ્કેલ નથી.

દરેક વ્યક્તિનો અસ્થમા બીજા લોકો કરતાં અલગ હોય છે. તમારે યાદ રાખવાની સૌથી અગત્યની બાબત એ છે કે તમારા જેવા ઘણા લોકો છે જેઓ સફળતાપૂર્વક અસ્થમાનું નિયમન કરી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને માલૂમ પડ્યું છે કે સમગ્ર વિશ્વમાં આશરે 300 મિલિયન લોકો અસ્થમાથી પીડાય છે, જેમાંથી 25થી 30 મિલિયન લોકો ભારતમાં છે. તેથી, આ એક સામાન્ય સ્થિતિ છે અને તમે બેશક એકલા નથી.

દુર્ભાગ્યે અસ્થમા માટે કોઈ ઉપચાર નથી, પરંતુ આધુનિક તબીબીવિજ્ઞાનને કારણે લક્ષણોને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનું શક્ય બન્યું છે, તેથી તમને અસ્થમા હોવાનું તમે લગભગ ભૂલી જાઓ એમ બને. તેથી, તમને અસ્થમા હોવાને કારણે સામાન્ય સક્રિય જીવન જીવવામાંથી તમારે પાછીપાની કરવાની જરૂર નથી ફિલ્મ ઉદ્યોગ, વ્યાપારવિશ્વમાં અને રમતના ક્ષેત્રમાં ઘણી જાણીતી હસ્તીઓ છે જેમને અસ્થમા છે, પરંતુ તેનાથી તેઓને આનંદમય જીવન જીવવામાં અવરોધ આવ્યો નથી.

અસ્થમાના ટ્રિગર્સ

ટ્રિગર એ ધૂળના કણોથી ડિઓડરન્ટ સુધીની કોઈ પણ વસ્તુ છે જેનાથી હવામાર્ગોમાં ચચરાટ થાય જેનાથી અસ્થમાનાં લક્ષણો વણસે અને અસ્થમાનો હુમલો આવી શકે. લોકપ્રિય માન્યતાથી વિપરીત, અસ્થમાના હુમલાની ધારણા કરવી શક્ય છે, ખાસ કરીને જો તમે ટ્રિગર્સ ઓળખી શકો. જોકે, એ યાદ રાખવું અગત્યનું છે કે દરેક વ્યક્તિનો અસ્થમા અલગ અલગ હોય છે અને તેથી તેમના ટ્રિગર પણ અલગ હોય છે. તમારા અસ્થમાના ટ્રિગર્સને જાણવાથી તમને અસ્થમાના હુમલાઓની આગાહી કરવામાં અને તેમને ટાળવામાં તથા અસ્થમાને કાબૂમાં રાખવામાં મદદ મળશે.

ક્યારેક, ટ્રિગર્સને ઓળખવા સરળ હોઈ શકે છે, જ્યારે અમુક વખત મુશ્કેલ હોઈ શકે છે. જોકે, તમારા ટ્રિગર કયા છે તે શોધવામાં તમારા ડૉક્ટર તમને મદદ કરી શકશે અને તમે આ ટ્રિગર્સને ટાળવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરી શકો છો.

અસ્થમાના સૌથી સામાન્ય ટ્રિગર્સ પૈકીના કેટલાક આ પ્રમાણે છે - (આ લિસ્ટ ઇન્ફોગ્રાફિક હશે)

ડસ્ટ માઇટ્સ - મેટ્રેસ, પડદા અને સોફ્ટ ટોય્ઝ પર ધૂળમાં વિકસતી માઇટ્સ.

પરાગરજ - જેના પર ફૂલો આવતાં હોય એવા છોડ ઘણી વખત પરાગરજ મુક્ત કરે છે જે કેટલાક લોકો માટે ટ્રિગર હોઈ શકે છે.

સિગારેટનો ધુમાડો અને હવાના પ્રદૂષકો - ફટાકડાનો ધુમાડો, ઍક્ઝોસ્ટ ફ્યુમ અને સિગારેટના ધુમાડાથી અસ્થમાનો હુમલો થઈ શકે છે.

પાલતુ પ્રાણીઓ - પાલતુ પ્રાણીઓના વાળ, પીંછાં, લાળ અને ફર અસ્થમા માટે ટ્રિગર બની શકે છે

ઑક્યુપેશનલ ટ્રિગર્સ - પ્રિન્ટિંગ પ્રેસ, રંગની ફેક્ટરીઓ, જ્વેલરી મેકિંગ, ક્વૉરી વગેરે જેવા ઉદ્યોગોમાં કામ કરવું એ તમારા અસ્થમા માટેનું કારણ હોઈ શકે છે.

શરદી અને વાઇરસ - પોતાને તંદુરસ્ત રાખવાથી અસ્થમાના હુમલાઓ ટાળી શકાય છે.

દવા - કેટલીક દવાઓ તમારા શરીર સાથે ખરાબ રીતે પ્રતિક્રિયા કરી શકે છે. તેથી, તમારી બધી દવાઓ વિશે તમારા ડૉક્ટરને જાણ કરો.

કસરત - કસરત એ પોતાને ફિટ રાખવા માટે એક સારી રીત છે. જોકે, કેટલાક લોકો માટે શારીરિક પ્રવૃત્તિઓ પણ અસ્થમાના હુમલાનું કારણ હોઈ શકે છે.

ખોરાક - અસ્થમા હોય એવી દરેક વ્યક્તિને ચુસ્તપણે આહારનાં નિયંત્રણોની જરૂર પડતી નથી, પરંતુ કેટલાક લોકોને દૂધ, ફીણવાળાં પીણાં અને સૂકા મેવા જેવા અમુક ખાદ્ય પદાર્થોની ઍલર્જિ હોઈ શકે છે.

હવામાન - તાપમાનમાં થતા અચાનક ફેરફારો પણ અસ્થમા માટે ટ્રિગર બની શકે છે.

મોલ્ડ્સ અને ફૂગ — ભીની દિવાલો, સડતાં પાન અને ફૂગના સંસર્ગમાં આવવાથી અસ્થમા વણસે છે.

પ્રબળ ભાવનાઓ - તણાવને કારણે તમારું શરીર ફાઇટ મોડમાં જાય છે અને તેથી તે અસ્થમા ટ્રિગર તરીકે કામ કરે છે.

અંત:સ્રાવો - અંત:સ્રાવો પણ મહિલાઓમાં અસ્થમાનું ટ્રિગર બની શકે છે. કેટલાક લોકોને યૌવનારંભ, માસિકચક્ર અને ગર્ભાવસ્થા પહેલાં જ અસ્થમાના હુમલાઓનો અનુભવ થાય છે.

મૉસ્કિટો કોઇલ્સ, રૂમ ફ્રેશનર્સ અને સફાઈ માટેની પ્રોડક્ટ્સમાં વપરાયેલાં રસાયણો તમારા હવામાર્ગો માટે ઇરિટન્ટ તરીકે કામ કરી શકે છે અને તેમનાથી અસ્થમાનો હુમલો ટ્રિગર થઈ શકે છે.

For more information on the use of Inhalers, click here

Please Select Your Preferred Language