અસ્થમા

અસ્થમાનો હુમલો

અસ્થમાનો હુમલો એવા સમયે થઈ શકે છે જ્યારે તમે ટ્રિગરના સંપર્કમાં આવો. હવામાર્ગોની આસપાસના સ્નાયુઓ અચાનક સખ્ત થાય છે અને હવામાર્ગોના અસ્તરમાંથી મ્યુકસનો વધુપડતો સ્રાવ થાય છે. આ બધાં પરિબળોથી તમારાં લક્ષણો અચાનક વણસી શકે છે. અસ્થમાના હુમલાનાં લક્ષણો
આ છે:
 શ્વાસ ચડવો
 શ્વાસમાં સિસોટી જેવો અવાજ
 ભારે ખાંસી
 છાતીમાં રુંધામણ
 ચિંતા
લક્ષણો વહેલાં ઓળખી લેવાથી તમે અસ્થમાના હુમલાને રોકી શકો છો અથવા તેમને વણસતાં અટકાવી
શકો છો. અસ્થમાનો તીવ્ર હુમલો એ જીવલેણ ઇમર્જન્સિ બની શકે છે.

અસ્થમાના હુમલા દરમિયાન શું કરશો?
જો તમે નિયંત્રણકારી ઇન્હેલર દવાઓ નિયમિતપણે લેતા હો તો તમને અસ્થમાનો હુમલો આવવાની
સંભાવનાઓ બહુ ઓછી રહે છે. જ્યારે તમે અથવા તમારી આસપાસની કોઈ વ્યક્તિને અસ્થમાનો હુમલો
આવે ત્યારે સૌપ્રથમ શાંત અને રિલેક્સ રહેવું અને ત્યારબાદ આ પગલાંઓને અનુસરો.
 ટટ્ટાર બેસો અને તમારાં કપડાં ઢીલાં કરો.
 વિના વિલંબે તમને સૂચવવામાં આવેલ રિલિવર ઇન્હેલર લો.
 જો તમને રિલિવર ઇન્હેલરનો ઉપયોગ કર્યા બાદ 5 મિનિટમાં કોઈ રાહત જણાય નહિ તો
તમારા ડૉક્ટરે સૂચવ્યા પ્રમાણે રિલિવર ઇન્હેલરના અન્ય ડોઝ લો.
 જો હજીયે રાહત ન મળે તો તમે તમારા ડૉક્ટરને કૉલ કરો અથવા વિના વિલંબે નજીકની
હૉસ્પિટલની મુલાકાત લો તે જરૂરી છે. ડૉક્ટર સાથે વાત કર્યા વિના રિલિવર ઇન્હેલરનો ડોઝ
વધારે લેશો નહિ.
જો તમે અથવા તમારી આસપાસની કોઈ વ્યક્તિને નીચેનાં લક્ષણો હોય તો તાત્કાલિકપણે નજીકની
હૉસ્પિટલ પર જવું જરૂરી છે:

 રંગ ઊડી ગયો હોય એવા (ભૂરા કે ભૂખરા) હોઠ, ચહેરો, કે નખ
 શ્વાસ લેવામાં ભારે તકલીફ 

 બોલવામાં કે ચાલવામાં તકલીફ
 શ્વસનની તકલીફને કારણે ભારે ચિંતા કે ગભરાટ
 છાતીમાં દુખાવો
 નાડીના ધબકારા વધવા અને ફિક્કો, પરસેવાવાળો ચહેરો

અસ્થમાનો હુમલો બેસી ગયા બાદ તમારા અસ્થમાના ઍક્શન પ્લાન વિશે તમારા ડૉક્ટર સાથે વાત
કરો, જેથી તમે ભાવિ હુમલાઓ અટકાવી શકો.