પ્રેરણા

અસ્થમાને દૂર કરવો

‘‘મેં તેને વરૂણ નામ આપ્યું.’’ તેના પિતા પણ ઇચ્છતા હતા કે તે પવન જેવો ઝડપી થાય. પરંતુ જ્યારે તેની ઉંમર માત્ર થોડા મહિનાની હતી ત્યારે એવું કશુંક થયું જેના કારણે અમે ઊંઘતાં ઝડપાયાં.

 

વરૂનને શ્વસનની સમસ્યા શરૂ થવા માંડી. અમે વિવિધ ડૉક્ટરો પાસે ગયાં. સતત દવાઓ અને ઇન્જેક્શનો એ હવે અમારાં જીવનનો ભાગ બની ગયાં હતાં. વર્ષો સુધી રાતોની ઊંઘ ઊડતી રહી.

 

તે ખૂબ નાનો અને નાજુક હતો. મને ખરેખર ડર લાગ્યો. કેવી રીતે, ક્યાં, ક્યારે જેવા પ્રશ્નો હવે અર્થહીન હતા. પરંતુ તેણે હાર ન માની. તેણે ટેક્વોન્ડો શરૂ કર્યું. મેં પણ તેને પ્રોત્સાહન આપ્યું અને ખાતરી કરી કે તેને પોતાને ક્યારેય એવું લાગે નહિ કે તેનામાં કંઈક ગરબડ હતી.

 

એક દિવસ વરૂણ ઘરે આવ્યો ત્યારે બહુ નિરાશ હતો. તેની ઉંમર 8 વર્ષ હતી. અને તે ટેક્વોન્ડો ફાઇનલમાં પહોંચ્યો હતો. આ સિદ્ધિ તેના માટે જરાયે ઓછી નહોતી. તેણે રડતાં રડતાં મને કહ્યું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે તે કઈ રીતે સ્પર્ધામાંથી બહાર ફેંકાયો.

 

મેં તેના પિતાને વાત કરી. અમે નક્કી કર્યું કે અમે વરૂણને સામાન્ય જિંદગી આપી શકીએ તે માટે દુનિયામાં શ્રેષ્ઠ સંભાળ શોધીશું. અમે તેને એવા નિષ્ણાત પાસે લઈ ગયા જેણે અમને કહ્યું કે વરૂણને અસ્થમા હતો.

 

અમને જાણ નહોતી કે શું કરવું. અમારી આસપાસની દરેક વ્યક્તિને નવાઈ લાગતી હતી કે વરૂણને એવી સમસ્યા કઈ રીતે થઈ જે માત્ર વિકસિત લોકોને જ થાય છે. અને અમે ઇન્હેલર્સ વિશે પણ વિચારી શકીએ તેમ નહોતાં. છેવટે, તેના વિશે અમને ઘણા પ્રશ્નો હતા અને અમે અમારા નજીકના લોકો અને પડોશીઓ સાથે વાત કરીને ઉપાય શોધવાની કોશિશ કરી. અમે ગમે ત્યાં જઈએ અમને એક જ જવાબ મળતો - ઇન્હેલર્સથી બાળકોનો વિકાસ રુંધાય છે. વરૂણ સામાન્ય રીતે વૃદ્ધિ પામી નહિ શકે.

 

અમે ખૂબ નિરાશ થયાં. અમે ગભરાયાં અને ડૉક્ટર પાસે તપાસ કરવા ગયાં કે વરૂણના અસ્થમાની સારવાર માટે કોઈ વૈકલ્પિક સારવાર છે કે નહિ. પરંતુ ડૉક્ટરે અમને કહ્યું કે ચિંતાની કોઈ બાબત નથી. અમે ઇન્હેલેશન થેરપિ શરૂ કરી. અને ધીમી પણ મક્કમ ગતિએ અમને પરિણામો જોવાં મળ્યાં.

વરૂણ ધીમે ધીમે ટેક્વોન્ડોમાં પ્રગતિ કરતો રહ્યો. ઇન્હેલર થેરપિ અને તેની આરોગ્યપ્રદ આદતોએ તેને પ્રત્યેક તબક્કે સાથ આપ્યો અને અસ્થમાથી તેને કોઈ અવરોધ નડ્યો નહિ.

 

આજે, કોઈને લાગે નહિ કે વરૂણને અસ્થમા છે; અને તે ગર્વથી એકથી વધારે મેડલ પહેરે છે.

Please Select Your Preferred Language