અસ્થમા

અસ્થમાનાં લક્ષણો

અસ્થમાનાં લક્ષણોને ઓળખવાં બહુ સરળ છે. અસ્થમાનાં સામાન્ય લક્ષણો આ પ્રકારે છે:

 

શ્વાસ ચડવો અથવા બ્રીધલેસનેસ: તમને એવું લાગે કે જાણે તમે તમારાં ફેફસાંની અંદર પૂરતી હવા ખેંચી શકતા નથી કે બહાર કાઢી શકતા નથી અને ખાસ તો ઉચ્છવાસની ક્રિયા વધારે મુશ્કેલ જણાય છે.

 

વારંવાર કે સતત ખાંસી રહેવી: તમને એવી ખાંસી થાય જે ઘણા દિવસો સુધી જાય નહિ અને તમને લાગે કે તમને ઘણી વખત રાત્રે કે કસરત કર્યા બાદ બહુ ખાંસી આવે છે.

 

શ્વાસમાં સિસોટી જેવો અવાજ: તમે શ્વાસ બહાર કાઢો એવા દરેક સમયે તમને સિસોટીનો અવાજ સંભળાય.

 

છાતી સખ્ત લાગવી: તમને છાતીમાં સખ્તાઈ લાગવી, જેમ કે કોઈ વ્યક્તિ તમારી છાતી પર દબાણ આપી રહી હોય કે બેસી ગઈ હોય.

 

 

અસ્થમા જેને હોય એવી દરેક વ્યક્તિ આ બધાં જ લક્ષણો દર્શાવે એ જરૂરી નથી. દાખલા તરીકે, કેટલાક લોકોને વધુપડતી ખાંસીને કારણે રાત્રે ઊંઘમાં ખલેલ પડે છે, જ્યારે અન્ય લોકોને કસરત કરવા દરમિયાન શ્વાસ ચડવાનો અનુભવ થાય છે. એ અગત્યનું છે કે તમે આ લક્ષણો પર નજર રાખો, જેથી તમે તમારા ડૉક્ટરને તમારી સ્થિતિનું ચોકસાઈપૂર્વક નિદાન કરવામાં મદદ કરી શકો.

જમણી બાજુનાં બૅનરો

 

જમણી બાજુનું બૅનર 1 - નેહાએ કઈ રીતે અસ્થમા પર વિજય મેળવ્યો અને પોતાની રેસના પ્રથમ 4 કિમી દોડી (પ્રેરણાદાયક વાર્તાઓ)

જમણી બાજુનું બૅનર 2 - શું મને અસ્થમા હોય તો પણ હું કસરત કરી શકું અથવા રમતો રમી શકું? (વારંવાર પૂછાતાં પ્રશ્નો)

જમણી બાજુનું બૅનર 3 - જેમણે પોતાની શ્વસનની સમસ્યાઓ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો છે એવા લોકો સાથે જોડાવા માટે સમાજમાં જોડાઓ (બ્રીધફ્રી કમ્યુનિટિ)