હક-ત્યાગ

આ વેબસાઇટ www.breathefree.com (“વેબસાઇટ”) શ્વસનતંત્રના રોગો વિશે સામાન્ય માહિતી પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. અહીં આપેલાં નિયમો અને શરતો આ વેબસાઇટ અને માહિતી, સમાચાર અને લખાણ, ગ્રાફિક્સ, તસ્વીરો અને વેબસાઇટ પર હાજર અન્ય કોઈ સાહિત્ય ("માહિતી")ના ઉપયોગને સંચાલિત કરે છે. આ નિયમો અને શરતો એવા કોઈ પણ વપરાશકર્તાને લાગુ પડશે જે આ વેબસાઇટની વિઝિટ કરવાના હોય, જેમાં ભાવિ દર્દી અથવા તેમનાં સંબંધીઓ/મિત્રો (વપરાશકર્તા) અને તબીબી અથવા સ્વાસ્થ્યસંભાળ પ્રેક્ટિશનર/હૉસ્પિટલ/નિદાનકેન્દ્ર/ક્લિનિક/કૅમિસ્ટની દુકાનો વગેરેનો પણ સમાવેશ થાય છે, જે આ વેબસાઇટ પર દેખાય (‘‘સર્વિસ પ્રોવાઇડર’’). 

આ વેબસાઇટમાંની સામગ્રી માત્ર એક માહિતી તરીકે જ આપવામાં આવે છે અને તે તબીબી સલાહના નિવેદન કે જોગવાઈની ગરજ સારતી નથી.  અહીંની સામગ્રીનો લાયસન્સપ્રાપ્ત સ્વાસ્થ્યસંભાળ પ્રેક્ટિશનર કે જેને વ્યક્તિના અધિકારક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવાની અધિકૃતતા હોય તેમના તરફથી તબીબી સલાહ મેળવવાના વિકલ્પ તરીકે ઉપયોગ થવો જોઈએ નહિ. વપરાશકર્તાએ આ વેબસાઇટ પર વર્ણવ્યા પ્રમાણે કે સૂચવ્યા પ્રમાણે કોઈ દવા, ડાયટ સ્પલિમેન્ટ કે સારવાર લેવાં ન જોઈએ કે શરૂ કરવાં ન જોઈએ અથવા અન્યથા પોતાના ફિઝિશિયનનો પ્રથમ સંપર્ક કર્યા વિના આમ કરવું ન જોઈએ. આ સાઇટમાંની માહિતી પર આધાર રાખતી કોઈ પણ વ્યક્તિ માટે સિપ્લા કોઈ જવાબદારી સ્વીકારતું નથી અને આવી માહિતીના સંબંધમાં તમામ જવાબદારીઓને અસ્વીકાર કરશે. લાયસન્સપ્રાપ્ત સ્વાસ્થ્યસંભાળ પ્રેક્ટિશનર તરફથી તબીબી સલાહ લીધા વિના તમારે આ વેબસાઇટમાંની માહિતી પર કાર્ય કરવું ન જોઈએ. 

વપરાશકર્તાએ આ વેબસાઇટની સામગ્રીનો પોતાના એવા નિર્ણયના વિકલ્પ તરીકે ઉપયોગ કરવો ન જોઈએ, જેનો આ વેબસાઇટ પરની માહિતીનું મૂલ્યાંકન કરવામાં તે ઉપયોગ કરે. વપરાશકર્તા સંમતિ આપે છે કે વેબસાઇટ પર આપવામાં આવેલા સમયે વેબસાઇટ પર સેવા પ્રદાતા ઉપલબ્ધ ન હોય એમ બની શકે અથવા આ વેબસાઇટ સાથેનું પોતાનું જોડાણ રદ કરી શકે છે. 

સેવા પ્રદાતા એ બાબતની ખાતરી કરવા માટે સંપૂર્ણપણે જવાબદાર હશે કે પ્રેક્ટિસ કરવા માટે તેમની પાસે જે તે સંબંધિત કાનૂની સત્તાવાળાઓ પાસેથી પ્રાપ્ત કરેલું માન્ય લાયસન્સ અને રજિસ્ટ્રેશન હશે અને તેઓ તમામ લાગુ પડતા કાયદાઓનું પાલન કરશે. આ શરતના ઉલ્લંઘનથી સંબંધિત સેવા પ્રદાતા કાનૂની કાર્યવાહી માટે અથવા તેમાંથી ઉદ્ભવતાં કોઈ પણ પરિણામો માટે સમગ્રપણે જવાબદાર હશે.

આ સાઇટ ભૂલચૂકથી મુક્ત હોય તેની ખાતરી કરવા માટે સાવધાની અને તકેદારી લેવામાં આવી હોવા છતાં આ વેબસાઇટ પર પ્રકાશિત કોઈ પણ સાહિત્ય કે માહિતીના આધારે કોઈ પણ પગલું ભરવામાં આવે, અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવે, સલાહ આપવામાં આવે કે સ્વીકારવામાં આવે, કોઈ પણ પ્રત્યક્ષ આકસ્મિક, વિશિષ્ટ કે સંજોગોવશાત્‌ થતી હાનિ અને નુકસાન થાય તો તેના માટે સિપ્લા લિ કોઈ પણ પ્રકારે જવાબદાર ગણાશે નહિ. 

Please Select Your Preferred Language