Home
  Breathe Free
આ ઉધરસ છે કે અસ્થમા?
સારવાર અને
નિયંત્રણ
વારંવાર પૂછાતા
પ્રશ્નો
એલર્જિક રાહિનિટિસ
COPD

તમારા અસ્થમાને માપો

અસ્થમાનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે  

જો તમને અથવા તમારા પ્રિયજનને અસ્થમા હોવાનું નિદાન થયું છે, તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ગભરાવાની કે તમારી નોકરી અથવા તમારા શહેરને છોડી દેવાની જરૂર નથી. ઑલમ્પિક એથલિટ, ટોચના ક્રિકેટ ખેલાડીઓ, કલાકારો, રાજકારણીઓને અસ્થમા હોય છે, પણ તેમણે તેને તેમના સામાન્ય જીવનમાં વિઘ્ન નાંખવા દીધો નથી.

તમારા અસ્થમાને નિયંત્રણમાં રાખવા માટે તમારા ટ્રિગર્સને સમજવું, તમારા લક્ષણો પર ધ્યાન રાખવાનું અને તમારી દવાઓને ઠીકથી લેવી એ મહત્વપૂર્ણ છે. પણ સૌ પહેલા તેનું યોગ્ય નિદાન થવું જરૂરી છે.

ભારતમાં, ઘણા માતા-પિતા સ્વીકારતાં નથી કે તેમના બાળકને અસ્થમા છે. અસ્થમા શબ્દ સાંભળવાને બદલે તેઓ એ સાંભળવાનું પસંદ કરે છે કે તેમના બાળકને વીઝિંગ બ્રોંકાઇટિઝ' કે ‘એલર્જિક બ્રોંકાઇટિઝ' છે. તે બાળકને લઈને એક ડૉક્ટરથી બીજા ડૉક્ટરની પાસે લઈ જતાં હોય છે જેનાથી બાળકની તકલીફ વધી જાય છે અને તેમને પણ વધુ તાણનો સામનો કરવો પડે છે, જ્યારે કે વાસ્તવમાં જો અસ્થમાની જાણ જલ્દી થઈ જાય અને સમયસર સારવાર કરવામાં આવે, તો જલ્દી જ તેમનું બાળક એક સામાન્ય જીવન જીવી શકે છે. બાળકે બાળક જ રહેવું જોઈએ અને જો કોઈ અસ્થમા પીડિત બાળકની સારવાર ઠીકથી કરવામાં આવે તો તે બધું જ કરી શકે છે જે એક સામાન્ય બાળક કરે છે – નિયમિત રૂપે સ્કૂલ જવું, રમવું અને હા એટલે સુધી કે આઇસ્ક્રીમ પણ ખાવું! (દર્દીની ફિલ્મો માટે અહીં ક્લિક કરો)

અસ્થમાની ઓળખ કરવી સહેલી છે પણ ઘણીવાર તેને ભૂલથી વારેવારે થતી ઉધરસ સમજી લેવામાં આવે છે અને તેથી તેને ગંભીરતાથી લેવામાં આવતો નથી અથવા સમયસર સારવાર કરવામાં આવતી નથી અથવા કફ સિરપથી સારવાર કરવામાં આવે છે. અનેક વાર, અસ્થમા પેઢી દર પેઢી ચાલતો રહે છે. તમારા કે તમારા બાળકના અસ્થમાના નિદાનમાં તમારા બાળકની મદદ કરવા, શક્ય હોય તેટલા તમારે તમારા ડૉક્ટરના પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. પ્રશ્નો જેવા કે તમારા લક્ષણ, તમારો કૌટુંબિક ઇતિહાસ, તમે લઈ રહ્યાં છો તે દવાઓ, તમારી એલર્જીઓ વગેરેથી સંબંધિત હશે. આને મેડિકલ હિસ્ટ્રી કહેવાય છે. મોટાભાગના નિદાન મેડિકલ હિસ્ટ્રી પર આધારિત હોય છે. ડૉક્ટર શારીરિક તપાસ પણ કરશે અને તમને કેટલીક તપાસ જેમ કે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)અને સ્પાઇરોમીટર તપાસ કરવાની ભલામણ કરશે.

જો અસ્થમાની જાણ થાય છે તો પછી તમારે તેને નિયંત્રિત કરવા માટે યોગ્ય સારવાર શરૂ કરવી પડશે. તમારા અસ્થમાને નિયંત્રણમાં રાખવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેની પર નજર રાખવું, જેનો અર્થ છે કે તમારે એ વાતની તપાસ કરવાની છે કે તમારા અસ્થમામાં સુધાર થઈ રહ્યો છે કે નહીં અથવા તેની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આનાથી તમારા ડૉક્ટરને એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે કઈ દવાઓ આપવાની છે અને જરૂર પડવા પર ક્યારે ડોઝ બદલવો. વધુ જાણવા માટે, વાંચવાનું ચાલુ રાખો









પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)   

પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)એ સરળ, સસ્તું, હાથથી ચલાવી શકાય એવું સાધન છે, જે બાળકો અને વયસ્કોની શ્વાસ લેવાની સમસ્યાઓનું અને અસ્થમાનું નિદાન કરવામાં મદદ કરે છે. તમને અસ્થમાની સારવાર દરમ્યાન તેનો ઉપયોગ તમારામાં થઈ રહેલા સુધાર પર નજર રાખવા માટે પણ ઇન્સ્ટ્રૂમેંટની જેમ કરવામાં આવે છે.

જે રીતે તમારી પાસે બ્લડ પ્રેશરને તપાસવા BP ઉપકરણ અને ડાયાબિટીઝ માટે ગ્લુકોમીટર હોય છે, તે રીતે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) એ અસ્થમા માટેનું એક થર્મોમીટર છે. દર્દી તરીકે, તમારે સાધનના માઉથપીસમાં ફૂંક મારવાની રહેશે અને તમારા ફેફસાંની શક્તિની તપાસ કરવા રીડિંગ લેવામાં આવશે. મોટાભાગના ડૉક્ટરોની પાસે તેમની ક્લિનિકમાં સાધન હોય છે પણ જો તમે તમારા અસ્થમાની તપાસ કરવા માંગો છો, તો તે બધી મુખ્ય દવાની દુકાનો પર પણ ઉપલબ્ધ હોય છે.


જો તમને અસ્થમા છે તો તમે ખરેખર તમારામાં સુધાર થઈ રહ્યો છે કે નહીં તે માપવા માટે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)નો ઉપયોગ કરી શકો છો. તમારા ડૉક્ટર તમને બતાવશે કે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) પર કઈ સંખ્યા અથવા રીડિંગ તમારી ઉંમર અને ઊંચાઈ મુજબ તમારા માટે સારી કે સામાન્ય છે. જો રીડિંગમાં ઘટાડો છે, તો એનો અર્થ એ છે કે તમારો અસ્થમા નિયંત્રણમાં નથી અને તમને નિકટ ભવિષ્યમાં અથવા કેટલાક દિવસમાં અસ્થમાનો હુમલો થઈ શકે છે. આ ડોઝ અથવા દવાનું પ્રમાણ વધારવાની ચેતવણી છે. જો નંબર પાછલી રીડિંગ કરતાં વધારે છે, તો એનો અર્થ એ છે કે તમારો અસ્થમા નિયંત્રણમાં છે અને તમારામાં સુધાર થઈ રહ્યો છે. જ્યારે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)નું રીડિંગ સામાન્ય (આકડા તમને તમારા ડૉક્ટર જણાવશે) હોય, તો તે સૂચવે છે કે તમારો અસ્થમા નિયંત્રણમાં છે..









સ્પાઇરોમીટરી તપાસ  

સ્પાઇરોમીટરી તપાસ એ વધુ સંવેદનશીલ અને અત્યાધુનિક તપાસ છે જે અસ્થમાના લક્ષણોની તપાસ જલ્દી કરે છે. સ્પાઇરોમીટરનો ઉપયોગ એ માપવા માટે કરવામાં આવે છે કે તમારા ફેફસાં કેટલો વાયુ લઈ શકે છે અને કેટલી સહેલાઇથી વાયુ તમારા ફેફસાંમાં આવે છે અને જાય છે. બીજા શબ્દોમાં, તે તમારા ફેફસાંની શક્તિનો સારો સંકેત આપે છે અને તમને તમારી શ્વાસ લેવાની ક્ષમતા વિશેની સાચી વિગતો આપે છે. તપાસ યોજનારી લેબ કે ડૉક્ટર તમને તમારા રીડિંગનો એક છાપેલો ગ્રાફ આપશે ઠીક એવો જ કે જ્યાએ તમારી ઈસીજી તપાસ કરાવવા પર તમને મળે છે.

બંને પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) અને સ્પાઇરોમીટરી તપાસનો ઉપયોગ અસ્થમાના નિદાનમાં કરવામાં આવે છે અને તમારો અસ્થમા નિયંત્રણમાં હોવા પર તમારા સુધારને માપવામાં પણ તમારી મદદ કરે છે.

જો કે, છ વર્ષની નીચેના બાળકો માટે આ તપાસ ભલામણભરી નથી, એક માતા-પિતા તરીકે એ સુનિશ્ચિત કરવા માટે કે તમારા કૌટુંબિક ઇતિહાસ અને ટ્રિગર્સ પર ગંભીરતાથી ધ્યાન આપતાં તમારા બાળકના અસ્થમાનું નિદાન જલ્દી અને યોગ્ય રીતે કરવામાં આવ્યું છે, તમારે તમારા બાળ રોગ વિશેષજ્ઞની સાથે મળીને કામ કરવાનું રહેશે. તમારે પણ તમારા ડૉક્ટરની મુલાકાત નિયમિત રૂપે લેવાની રહેશે જેથી સાથે તમે પણ તમારા બાળકના સુધાર પર નજર રાખી શકો.




 
પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)
પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)એ સરળ, સસ્તું, હાથથી ચલાવી શકાય એવું સાધન છે, જે બાળકો અને વયસ્કોની શ્વાસ લેવાની સમસ્યાઓનું અને અસ્થમાનું
નિદાન કરવામાં મદદ કરે છે.
સ્પાઇરોમીટરી તપાસ 
સ્પાઇરોમીટરી તપાસ એ વધુ સંવેદનશીલ અને અત્યાધુનિક તપાસ છે જે અસ્થમાના લક્ષણોની તપાસ જલ્દી કરે છે.