Home
  Breathe Free
આ ઉધરસ છે કે અસ્થમા?
સારવાર અને
નિયંત્રણ
વારંવાર પૂછાતા
પ્રશ્નો
એલર્જિક રાહિનિટિસ
COPD

ઇન્હેલર્સનો ઉપયોગ કેવી રીતે કરવો

 

Inhalers Demo
યુએસએ (USA) અને યુકે (UK) જેવા સૌથી વધુ વિકસિત દેશોમાં, ઇન્હેલરે અસ્થમાની પ્રાથમિક ચિકિત્સાના રૂપમાં ટેબ્લેટ્સ અને સિરપનું સ્થાન લઈ લીધું છે. ઇન્હેલર અસ્થમાને નિયંત્રિત કરવા માટેની સરળ, સુરક્ષિત અને અસરકારક રીત તરીકે સાબિત થયા છે અને તેણે અસ્થમા પીડિતોને ભરપૂર જીવન જીવવાની આઝાદી પ્રદાન કરી છે.

ઇન્હેલેશનમાં, તમે ઇન્હેલર કહેવાતા એક નાનકડા સાધનનો ઉપયોગ કરીને, મોં વાટે દવાને શ્વસનમાં લો છો. આ વધુ અસરકારક છે કારણ કે ઇન્હેલ
કરેલી દવા જ્યાં જરૂર હોય ચોક્કસ ત્યાં જ, અર્થાત્ તમારા ફેફસાંની વાયુનલિકાઓમાં સીધી અને ઝડપથી પહોંચે છે, જ્યાં તેની જરૂર છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને તબીબી સંસ્થાઓ દ્વારા થયેલા નૈદાનિક અભ્યાસ અને સંશોધનોએ સાબિત કર્યું છે કે ઇન્હેલર્સ સુરક્ષિત છે. ઇન્હેલર્સ દ્વારા 2 પ્રકારની દવાઓ લેવામાં આવે છે, જે કંટ્રોલર્સ અને રિલીવર્સ કહેવાય છે. આ તમારા ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવે છે. મુખ્ય 2 પ્રકારનાં ઇન્હેલર્સ આ મુજબ છે:
• મીટર્ડ ડૉઝ ઇન્હેલર્સ (MDI) જે સ્પ્રે ઇન્હેલર્સ પણ કહેવાય છે, અને
• ડ્રાય પાવડર ઇન્હેલર્સ (DPI).
 

રીવોલાઇઝર

પલ્મોનરી (ફેફસાંને લગતું) માં દવા પહોંચાડવા માટે રીવોલાઇઝર એ ઓછી...
Revolizer

એમડીઆઈ સાથેનું ઝીરોસ્ટેટ-વીટી સ્પેસર (સ્પ્રે ઇન્હેલર)

ઝીરોસ્ટેટવીટી સ્પેસર એ મેઝર્ડ ડૉઝ ઇન્હેલર સાથે ઉપયોગમાં લેવાતું સાધન
Zerostat-VT Spacer with MDI (spray inhaler)

રોટાહેલર

રોટાહેલર એ શુષ્ક પાવડરવાળું પારદર્શી ઇન્હેલર છે જે વિભિન્ન રોટાકેપ્સ સાથે...
Rotahaler

બેબી માસ્ક સાથેનું ઝીરોસ્ટેટ-વીટી સ્પેસર

હફ પફ કીટ એ બાળકો માટે તરત જ ઉપયોગમાં લઈ શકાય તેવી કીટ છે
Zerostat-VT Spacer

પીક ફ્લો મીટર

પીક ફ્લો મીટર (બ્રીધ-ઓ-મીટર) એ એક સરળ હાથનું સાધન છે જે શ્વસન સમસ્યા અને અસ્થમાના નિદાનમાં મદદ કરે છે.
Peak Flow Meter