ધ ટાઇમ્સ ઑફ ઇંડિયાનાં કર્મચારીઓ માટે, મુંબઈમાં 24 અને 25મી ફેબ્રુઆરી, 2010 ના રોજ, દમ વિશે જાગૃતતા ફેલાવવાનાં ઉદ્દેશ્ય સાથે, 'ફેફસાં આરોગ્ય તપાસ કૅમ્પ' નું આયોજન થયું હતું. ફેફસાંના આરોગ્યના મહત્વને પ્રકાશિત કરતો એક ઈમેલ કર્મચારીઓને મોકલાયો હતો.
કૅમ્પ માટે 230 થી વધુ ઑનલાઇન નોંધણી સાથે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બ્રીધ ફ્રી (Breathe Free) સ્ટેન્ડીઝ અને પોસ્ટર્સ ઇવેન્ટના 2 દિવસ અગાઉ ટાઇમ્સ કેમ્પસમાં મૂકવામાં આવ્યા હતા.
સારો એવો પ્રતિસાદ મળવાની અપેક્ષા સાથે, અમે 4 તપાસ કરવા માટે અલગ અલગ ટેબલ સેટ કર્યા હતા, જેમાં દરેક ડેસ્કની સાથે લોકોને તપાસવા અને તેમનાં ફેફસાંનું રીડિંગ જાણવામાં મદદ માટે એક પીક-ફ્લો મીટર અને અમારો એક પ્રતિનિધિ શામેલ હતો. કર્મચારીઓના પ્રતીક્ષાલયની સાથે 2 ડૉક્ટર્સ માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરેલી હતી. સાધનનાં ડેમો અને સ્પારોમેટ્રી માટે કાઉન્ટર્સ પણ હતા.
જેવા જ 11.00 વાગ્યા, કાઉન્ટર્સ પર કર્મચારીઓની ભીડ વધવા લાગી. તે બધાએ પીક-ફ્લો મીટર તપાસ કરાવી અને થોડાંકને ફિજિશિયન પાસે મોકલવા પડ્યા, જેમણે તેમાંના થોડાંકને આગળ સ્પાઇરોમેટ્રીની ભલામણ કરી હતી. અમને ખાતરી છે કે દરેક વ્યક્તિ પર તેમના ફેફસાંની સ્થિતિના આધારે ઉચિત ધ્યાન અને સમય આપવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ નિદાન કર્યું, સલાહ આપી અને કર્મચારીઓને આવશ્યકતા અનુસાર સારવાર પણ લખી આપી.
બે દિવસનાં કૅમ્પમાં 500 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો.
અમારી બ્રીધફ્રી (BreatheFree) ચળવળના સમર્થનમાં આગળ આવેલા નીચેના ડૉક્ટર્સની સહાયતાથી કૅમ્પ સફળ થયો. બ્રીધ ફ્રી (BreatheFree) માં વિશ્વાસ રાખવા તેમજ અમારી સાથે તે વિશેની જાગરૂકતા ફેલાવવામાં ભાગીદારી નોંધાવવા માટે અમે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો.
પહેલા દિવસે, અર્થાત્ 24મી ફેબ્રુઆરી, 2010
• ડૉ. રાજરતન સદાવર્તે - ચેસ્ટ ફિજિશિયન, મલાડ
• ડૉ. રોહિત હેગડે (ચેસ્ટ પીજી-જીટી હોસ્પિ.)
• ડૉ. આનંદ કુમાર - ચેસ્ટ ફિજિશિયન, મુલુંડ
બીજા દિવસે અર્થાત્ 25મી ફેબ્રુઆરી, 2010
• ડૉ. વિવેક સિંઘ - ચેસ્ટ ફિજિશિયન, વાશી
• ડૉ. વિદ્યા દોશી – ચેસ્ટ ફિજિશિયન, ભાટિયા હોસ્પિટલ
અમે શ્રી ચંદ્રશેખર મુખર્જી, શ્રી. સુજૉય મઝુમદાર અને શ્રી. દીપક કુમારનો પણ આભાર માનીએ છીએ કે જેમણે તેમના કર્મચારીઓ સુધી પહોંચવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું.
જો તમે એવી કોઈ સંસ્થા, સ્કૂલ, સોસાઇટી અથવા સમુદાય કેન્દ્ર વિશે જાણતા હો કે જેને તેમનાં કેમ્પસમાં આવા ફેફસાંના તપાસ કૅમ્પ ગોઠવવાની ઇચ્છા હોય, તો કૃપા કરીને અમને અહીં લખો:
info@breathefree.com