શિક્ષકો અને શાળાના અધિકારીઓને શાળામાં અસ્થમાની કટોકટીઓને હેન્ડલ કરવામાં સમર્થ બનાવવાની પહેલમાં, Cipla દ્વારા બ્રીધફ્રી (Breathefree) એક જનસેવા, એ 17મી સપ્ટેમ્બર 2010 ના રોજ કોલકાતામાં ‘અસ્થમા અલર્ટ સ્કૂલ્સ’ તરીકે ઓળખાતી ઝુંબેશની શરૂઆત કરી. તે ભારતમાં શરૂ કરવામાં આવેલ હજી સુધીનો પહેલો પ્રયાસ છે જેના દ્વારા શિક્ષકોને અસ્થમાના હુમલા દરમ્યાન પ્રાથમિક દવાઓ આપવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે તેમજ બાળકમાં અસ્થમાના લક્ષણોને ઓળખવા અને વાલી સાથે અસરકારક રૂપે વાતચીત કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.
ભારતમાં ‘અસ્થમા અલર્ટ સ્કૂલ્સ’ ને વાસ્તવિકતા બનાવવા માટેની જરૂર પર કૉલમ્બિયા એશિયા હોસ્પિટલ અને શિશુ સંજીવન હોસ્પિટલ, સૉલ્ટ લેકના કન્સલટન્ટ પીડિયાટ્રિશિયન, ડૉ, શુભાશિષ રૉયે પ્રેસનું સંબોધન કર્યું.
અમે ટોલીગંજના એસેમ્બલી ઑફ ગોડ ચર્ચના માનનીય આચાર્ય શ્રીમતિ એમ. નૉર્મન અને આંધ્ર એસોસિયેશન સ્કૂલના માનનીય આચાર્ય શ્રીમતિ લીના હરાથીના આભારી છીએ કે જે પ્રેસને સંબોધિત કરવા આગળ આવ્યાં અને પોતાના વિચાર સામે રાખ્યાં કે કેવી રીતે આ પહેલ કટોકટી દરમ્યાન અસ્થમા પીડિત બાળકોની સંભાળ લેવામાં શાળા સ્ટાફને સહાયરૂપ થશે.
કાર્યશાળાને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો જેમાં 40 કરતાં વધુ શાળાઓના 185 શિક્ષકોની ભાગ લીધો હતો. ‘અસ્થમા અલર્ટ સ્કૂલ્સ’ ઝુંબેશની પહેલી કાર્યશાળા એ શિક્ષકો માટે ડૉક્ટરો પાસેથી અસ્થમા વિશે સમજવા માટેનો એક શાનદાર મંચ હતો.
આ પહેલને આખા કોલકાતામાં ઘણી શાળાઓમાં પહોંચાડવામાં સહાયતા કરવા બદલ અમે પ્રકાશનો અને ટીવી ચેનલોના આભારી છીએ.
જો તમે તમારી શાળાને ‘અસ્થમા અલર્ટ સ્કૂલ્સ’ માંની એક શાળા બનાવવા માંગો છો, તો તમે
http://www.breathefree.com/Asthma_Alert_Schools.html પર અમને વિનંતી મોકલી શકશો