|
ઉધરસ અને અસ્થમા એ બે જુદીજુદી વસ્તુઓ છે. જો કે અસ્થમાના દર્દીઓને શ્વસનમાં તકલીફ પડે છે અને ખૂબ ઉધરસ આવે છે. જો તમે અથવા તમારું બાળક ઉધરસને દબાવવા માટે નિયમિત ઉધરસની દવા લો છો, તો પછી વાસ્તવિક સમસ્યા કંઈક બીજી હોઈ શકે છે. હકીકતમાં, કાયમી ઉધરસ એ અસ્થમાનું ચિહ્ન હોઈ શકે છે. જો તમને અથવા તમારા પ્રિયજનને અસ્થમાનું નિદાન થયું હોય, તો પણ બધુ સમાપ્ત થઈ ગયું છે એવું કંઈ જ નથી, કારણ કે તે નિયંત્રિત કરી શકાય છે અને તમે અસ્થમાનાં લાખો દર્દીઓ જીવે છે એ રીતે એક સામાન્ય, ગતિશીલ જીવન જીવી શકો છો.
તમને અથવા અન્ય કોઈને જીવનમાં ક્યારેક ને ક્યારેક ઉધરસ તો થઈ જ હશે. પણ કદાચ ચોક્કસપણે ખબર નહી હોય કે તમને ઉધરસ કેમ આવે છે અને શું થયું છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારા ફેફસાંમાંથી નુકસાનકારક કણોને દૂર કરવામાં મદદ કરવા માટે ઉધરસ એ તમારા શરીરની એક કુદરતી પ્રતિક્રિયા છે. આ કણો સામાન્ય રીતે ધૂળ, વિષાણુ, જીવાણુ અથવા સ્ત્રાવ હોય છે.
જો તમને અત્યાધિક અને સતત ઉધરસ આવતી હોય, તો બની શકે છે કે તમારા ફેફસાંમાં કંઈક તકલીફ છે.
જો તમે તમારી ઉધરસ માટે ઉધરસની દવા લઈ રહ્યા હો, તો કૃપા કરીને યાદ રાખો કે ઘણાં કફ સિરપમાં નુકસાનકારક દ્રવ્યો હોય છે જે તમને સામાન્ય રાહત આપીને ફેફસાંની તકલીફને વધારી શકે છે. તેથી જો તમને સતત ઉધરસ આવતી હોય, તો કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લેવામાં વિલંબ કરશો નહીં.
અસ્થમા એ સ્થિતિ છે જે તમારા ફેફસાંની વાયુનલિકા પર અસર કરે છે, તે નલિકાઓ કે ફેફસાંની અંદર અને બહાર હવા લઈ જાય છે. [Watch Video] અસ્થમામાં, વાયુનલિકાઓની આસપાસનાં સ્નાયુઓ ખેંચાય છે અને સાંકડા બને છે. આને લીધે શ્વસનમાં મુશ્કેલી પડે છે. આનાથી તમારી વાયુનલિકાઓમાં બળતરા (સોજો) થાય છે, અને કેટલીકવાર ચીકણી લાળ અથવા ગળફો બને છે જે વાયુનલિકાઓને અવરોધે છે, શ્વસનને મુશ્કેલ બનાવે છે. ઘણીવાર, છાતીમાંથી સિસોટી જેવો અવાજ આવે છે. અસ્થમામાં, તમારી વાયુનલિકાઓ આ રીતે ખૂબ સંવેદનશીલ બની જાય છે અને તે ઘણાં ઉત્તેજક પદાર્થો પર પ્રતિક્રિયા આપે છે જેને ટ્રિગર કહેવામાં આવે છે, જેમ કે સિગરેટનો ધુમાડો, પરાગરજ અથવા ઠંડી હવા.
હવે જો તમને અસ્થમા હોય અથવા તમારી જાણમાં કોઈ અસ્થમાનાં દર્દી હોય, તો તમારે સૌ પ્રથમ આ કરવાનું છે: ચિંતા કરશો નહીં. તમે એકલા નથી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) ની અનુસાર, વર્તમાનમાં લગભગ 30 કરોડ લોકો અસ્થમાથી પીડિત છે. બાળકોમાં સૌથી સામાન્યપણે જોવા મળતી આ ગંભીર (લાંબી અવધિની) બીમારી છે. WHO રિપોર્ટ બતાવે છે કે ફક્ત એકલા ભારતમાં જ 2.5 થી 3 કરોડ લોકો અસ્થમાના શિકાર છે.
પહેલાનાં સમયમાં, અસ્થમા સાથે અનેક માન્યતાઓ જોડાયેલી હતી, જ્યારે આજે, બીમારી વિશેની વધુ માહિતી અને આધુનિક દવાઓને પરિણામે, તમે અસ્થમા હોવા છતાં એક સામાન્ય, ગતિશીલ જીવન વીતાવી શકો છો. ફિલ્મ સ્ટાર્સને અસ્થમા છે, ક્રિકેટરોને અસ્થમા છે, નામાંકિત વ્યાપારીઓને અસ્થમા છે અને તેઓએ તેને તેમની સફળતાનાં રસ્તે ક્યાંય બાધક બનવા દીધો નથી.તેથી કોઈ જ કારણ નથી, કે તમે અસ્થમાને તમારા અને તમારા પ્રિયજનને જીવનનો ભરપૂર આનંદ માણવામાં બાધક બનવા દો.
અસ્થમાનાં સામાન્ય લક્ષણો આ પ્રકારે છે:
 |
છાતીમાં અકળામણ: છાતીમાં સંકોચનનો અનુભવ થવો, જાણે કોઈ દબાવતું હોય અથવા તેના પર બેસી ગયું હોય. Click here |
 |
હાંફ ચઢવો: શ્વાસ ચઢવાની સ્થિતિ જેમ કે તમે તમારા ફેફસાંમાં પૂરતી માત્રામાં હવા અંદર લઈ શકતા નથી અથવા બહાર કાઢી શકતા નથી. ખાસ કરીને શ્વાસ બહાર કાઢવામાં કષ્ટ થાય છે. Click here |
 |
વારંવાર આવતી અથવા કાયમ રહેતી ઉધરસ: એવી ઉધરસ કે જે મટતી જ ન હોય. ઉધરસ ઘણું કરીને રાત્રે અથવા વ્યાયામ કર્યા પછી થાય છે. Click here |
 |
સિસોટી વાગવી: સામાન્ય રીતે શ્વાસ બહાર કાઢતી વખતે એક સિસોટી જેવો અવાજ આવે છે. |
અન્ય લક્ષણો:
 |
રાત્રે ઉધરસને લીધે ઉંઘમાં ખલેલ પડવી |
 |
|
કૃપા કરી નોંધ રાખો: અસ્થમાનાં લક્ષણો વ્યક્તિ દર વ્યક્તિ બદલાતા હોય છે. કોઈક વ્યક્તિમાં તમામ લક્ષણો દેખાય છે જ્યારે બીજામાં ફક્ત ઉધરસ અથવા સિસોટી જેવા અવાજ જ દેખાય છે. તમારા લક્ષણો પર વિશેષ ધ્યાન આપો અને તમારી સ્થિતિનું યોગ્ય રીતે નિદાન કરવામાં મદદ માટે તેની તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો. અને યાદ રાખો કે યોગ્ય સારવારથી તમે તમારા અસ્થમાનાં લક્ષણોને નિયંત્રણમાં રાખી શકો છો.
અસ્થમાનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે
જો તમને અથવા તમારા પ્રિયજનને અસ્થમા હોવાનું નિદાન થયું છે, તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ગભરાવાની કે તમારી નોકરી અથવા તમારા શહેરને છોડી દેવાની જરૂર નથી. ઑલમ્પિક એથલિટ, ટોચના ક્રિકેટ ખેલાડીઓ, કલાકારો, રાજકારણીઓને અસ્થમા હોય છે, પણ તેમણે તેને તેમના સામાન્ય જીવનમાં વિઘ્ન નાંખવા દીધો નથી.
તમારા અસ્થમાને નિયંત્રણમાં રાખવા માટે તમારા ટ્રિગર્સને સમજવું, તમારા લક્ષણો પર ધ્યાન રાખવાનું અને તમારી દવાઓને ઠીકથી લેવી એ મહત્વપૂર્ણ છે. પણ સૌ પહેલા તેનું યોગ્ય નિદાન થવું જરૂરી છે.
ભારતમાં, ઘણા માતા-પિતા સ્વીકારતાં નથી કે તેમના બાળકને અસ્થમા છે. અસ્થમા શબ્દ સાંભળવાને બદલે તેઓ એ સાંભળવાનું પસંદ કરે છે કે તેમના બાળકને વીઝિંગ બ્રોંકાઇટિઝ કે 'એલર્જિક બ્રોંકાઇટિઝ' છે. તે બાળકને લઈને એક ડૉક્ટરથી બીજા ડૉક્ટરની પાસે લઈ જતાં હોય છે જેનાથી બાળકની તકલીફ વધી જાય છે અને તેમને પણ વધુ તાણનો સામનો કરવો પડે છે, જ્યારે કે વાસ્તવમાં જો અસ્થમાની જાણ જલ્દી થઈ જાય અને સમયસર સારવાર કરવામાં આવે, તો જલ્દી જ તેમનું બાળક એક સામાન્ય જીવન જીવી શકે છે. બાળકે બાળક જ રહેવું જોઈએ અને જો કોઈ અસ્થમા પીડિત બાળકની સારવાર ઠીકથી કરવામાં આવે તો તે બધું જ કરી શકે છે જે એક સામાન્ય બાળક કરે છે – નિયમિત રૂપે સ્કૂલ જવું, રમવું અને હા એટલે સુધી કે આઇસ્ક્રીમ પણ ખાવું! (દર્દીની ફિલ્મો માટે અહીં ક્લિક કરો)
અસ્થમાની ઓળખ કરવી સહેલી છે પણ ઘણીવાર તેને ભૂલથી વારેવારે થતી ઉધરસ સમજી લેવામાં આવે છે અને તેથી તેને ગંભીરતાથી લેવામાં આવતો નથી અથવા સમયસર સારવાર કરવામાં આવતી નથી અથવા કફ સિરપથી સારવાર કરવામાં આવે છે. અનેક વાર, અસ્થમા પેઢી દર પેઢી ચાલતો રહે છે. તમારા કે તમારા બાળકના અસ્થમાના નિદાનમાં તમારા બાળકની મદદ કરવા, શક્ય હોય તેટલા તમારે તમારા ડૉક્ટરના પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. પ્રશ્નો જેવા કે તમારા લક્ષણ, તમારો કૌટુંબિક ઇતિહાસ, તમે લઈ રહ્યાં છો તે દવાઓ, તમારી એલર્જીઓ વગેરેથી સંબંધિત હશે. આને મેડિકલ હિસ્ટ્રી કહેવાય છે. મોટાભાગના નિદાન મેડિકલ હિસ્ટ્રી પર આધારિત હોય છે. ડૉક્ટર શારીરિક તપાસ પણ કરશે અને તમને કેટલીક તપાસ જેમ કે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)અને સ્પાઇરોમીટર તપાસ કરવાની ભલામણ કરશે.
પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)
પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)એ સરળ, સસ્તું, હાથથી ચલાવી શકાય એવું સાધન છે, જે બાળકો અને વયસ્કોની શ્વાસ લેવાની સમસ્યાઓનું અને અસ્થમાનું નિદાન કરવામાં મદદ કરે છે. તમને અસ્થમાની સારવાર દરમ્યાન તેનો ઉપયોગ તમારામાં થઈ રહેલા સુધાર પર નજર રાખવા માટે પણ ઇન્સ્ટ્રૂમેંટની જેમ કરવામાં આવે છે.
જે રીતે તમારી પાસે બ્લડ પ્રેશરને તપાસવા BP ઉપકરણ અને ડાયાબિટીઝ માટે ગ્લુકોમીટર હોય છે, તે રીતે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) એ અસ્થમા માટેનું એક થર્મોમીટર છે. દર્દી તરીકે, તમારે સાધનના માઉથપીસમાં ફૂંક મારવાની રહેશે અને તમારા ફેફસાંની શક્તિની તપાસ કરવા રીડિંગ લેવામાં આવશે. મોટાભાગના ડૉક્ટરોની પાસે તેમની ક્લિનિકમાં સાધન હોય છે પણ જો તમે તમારા અસ્થમાની તપાસ કરવા માંગો છો, તો તે બધી મુખ્ય દવાની દુકાનો પર પણ ઉપલબ્ધ હોય છે.
જો તમને અસ્થમા છે તો તમે ખરેખર તમારામાં સુધાર થઈ રહ્યો છે કે નહીં તે માપવા માટે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)નો ઉપયોગ કરી શકો છો. તમારા ડૉક્ટર તમને બતાવશે કે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) પર કઈ સંખ્યા અથવા રીડિંગ તમારી ઉંમર અને ઊંચાઈ મુજબ તમારા માટે સારી કે સામાન્ય છે. જો રીડિંગમાં ઘટાડો છે, તો એનો અર્થ એ છે કે તમારો અસ્થમા નિયંત્રણમાં નથી અને તમને નિકટ ભવિષ્યમાં અથવા કેટલાક દિવસમાં અસ્થમાનો હુમલો થઈ શકે છે. આ ડોઝ અથવા દવાનું પ્રમાણ વધારવાની ચેતવણી છે. જો નંબર પાછલી રીડિંગ કરતાં વધારે છે, તો એનો અર્થ એ છે કે તમારો અસ્થમા નિયંત્રણમાં છે અને તમારામાં સુધાર થઈ રહ્યો છે. જ્યારે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)નું રીડિંગ સામાન્ય (આકડા તમને તમારા ડૉક્ટર જણાવશે) હોય, તો તે સૂચવે છે કે તમારો અસ્થમા નિયંત્રણમાં છે..
સ્પાઇરોમીટરી તપાસ
સ્પાઇરોમીટરી તપાસ એ વધુ સંવેદનશીલ અને અત્યાધુનિક તપાસ છે જે અસ્થમાના લક્ષણોની તપાસ જલ્દી કરે છે. સ્પાઇરોમીટરનો ઉપયોગ એ માપવા માટે કરવામાં આવે છે કે તમારા ફેફસાં કેટલો વાયુ લઈ શકે છે અને કેટલી સહેલાઇથી વાયુ તમારા ફેફસાંમાં આવે છે અને જાય છે. બીજા શબ્દોમાં, તે તમારા ફેફસાંની શક્તિનો સારો સંકેત આપે છે અને તમને તમારી શ્વાસ લેવાની ક્ષમતા વિશેની સાચી વિગતો આપે છે. તપાસ યોજનારી લેબ કે ડૉક્ટર તમને તમારા રીડિંગનો એક છાપેલો ગ્રાફ આપશે ઠીક એવો જ કે જ્યાએ તમારી ઈસીજી તપાસ કરાવવા પર તમને મળે છે.
બંને પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) અને સ્પાઇરોમીટરી તપાસનો ઉપયોગ અસ્થમાના નિદાનમાં કરવામાં આવે છે અને તમારો અસ્થમા નિયંત્રણમાં હોવા પર તમારા સુધારને માપવામાં પણ તમારી મદદ કરે છે.
જો કે, છ વર્ષની નીચેના બાળકો માટે આ તપાસ ભલામણભરી નથી, એક માતા-પિતા તરીકે એ સુનિશ્ચિત કરવા માટે કે તમારા કૌટુંબિક ઇતિહાસ અને ટ્રિગર્સ પર ગંભીરતાથી ધ્યાન આપતાં તમારા બાળકના અસ્થમાનું નિદાન જલ્દી અને યોગ્ય રીતે કરવામાં આવ્યું છે, તમારે તમારા બાળ રોગ વિશેષજ્ઞની સાથે મળીને કામ કરવાનું રહેશે. તમારે પણ તમારા ડૉક્ટરની મુલાકાત નિયમિત રૂપે લેવાની રહેશે જેથી સાથે તમે પણ તમારા બાળકના સુધાર પર નજર રાખી શકો.
દમ ટ્રિગર્સ અને તેને કેવી રીતે ટાળવા |
ટ્રિગર એટલે કંઈપણ એવું કે જે ફેફસાંની વાયુનલિકાઓને ઉત્તેજિત કરે છે અને અસ્થમાનાં લક્ષણોનું કારણ બને છે. દરેકનો અસ્થમા અલગ અલગ હોય છે અને એવું બની શકે કે તમારા અસ્થમાનું કારણ એકથી વધુ ટ્રિગર હોય. તમારો ટ્રિગર ધૂળનાં કણો અને પાલતુ પ્રાણીઓથી માંડીને પ્રદૂષણ અને પરાગરજ સુધી કંઈપણ હોઈ શકે છે. અહીં એ મહત્વપૂર્ણ છે કે તમે તમારા ટ્રિગર્સ વિશે જાણો અને તેમને ટાળવાનાં શ્રેષ્ઠ પ્રયાસો કરો. કારણ કે અસ્થમા નિયંત્રિત કરી શકાય છે અને તમે સામાન્ય જીવન જીવી શકો છો.
તમારા વિશિષ્ટ ટ્રિગરને ઓળખી કાઢવાનું મુશ્કેલ હોઈ શકે છે પરંતુ કેટલીકવાર લક્ષણો સ્પષ્ટ રીતે મળી જાય છે. ઉદાહરણ તરીકે: જ્યારે તમારા લક્ષણો બિલાડી અથવા કૂતરા અથવા પક્ષીનાં સંપર્કમાં આવતાં જ શરૂ થઈ જાય છે. અથવા જ્યારે ફટાકડાનાં ધુમાડાથી હવા પ્રદૂષિત થતાં જ તમારા લક્ષણો શરૂ થઈ જાય છે. સંભવ છે કે તમે હવામાં ભળેલી કોઈ વસ્તુ પ્રત્યે એલર્જિક હોવ, જે તમારી વાયુનલિકાઓને ઉત્તેજિત કરતી હોય અને હુમલાનું કારણ બનતી હોય.
અસ્થમાના શિકાર થવાના મુખ્ય જોખમી પરિબળો આસપાસના વાતાવરણમાં રહેલા શ્વસન દ્વારા અંદર લેવાતા પદાર્થો અને કણો હોય છે કે જે એલર્જિક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે અથવા વાયુનલિકાઓને ઉત્તેજિત કરી શકે છે, જેમ કે ઘરમાં રહેલા ધૂળનાં કણો, તંબાકુનો ધુમાડો, કાર્યસ્થાનો પર રહેલા ઉત્તેજક રાસાયણિક પદાર્થો (કોલસા, સીમેન્ટ, પેઇન્ટ, એસ્બેસ્ટોસ, ખાણ, ખાંડ, જંતુનાશક દવાઓના ઉદ્યોગો એ આમાંના કેટલાક નામ છે), વાયુ પ્રદૂષણ અને પરાગકણ જેવા બાહ્ય ઉત્તેજક પદાર્થો. તેઓને માટે પણ ખૂબ જોખમ રહેલું છે જે ગીચ વસ્તીવાળા વિસ્તારો, ભેજવાળી દિવાલો વચ્ચે અને રાંધવા માટે બળતણ તરીકે લાકડુ વપરાતા ધુમાડો થતો હોય ત્યાં રહેતા હોય.
અહીં કેટલાક સામાન્ય ટ્રિગર્સ અને અસ્થમાનાં હુમલાને અટકાવવા માટેની ઉપયોગી સૂચનાઓ આપેલી છે.
 |
ઘરમાં રહેલા ધૂળનાં કણો:
ધૂળનાં જીવાણુંઓ સૌથી સામાન્ય ટ્રિગર છે. તે સૂક્ષ્મ જીવ હોય છે જે કારપેટ, ચટાઈઓ, સોફા, પડદામાં રહેલી ધૂળમાં જીવે છે અને ફૂલેફાલે છે અને હા, રૂંવાટીવાળા રમકડામાં પણ હોય છે.
ઉપયોગી સૂચન (ટિપ્સ):જો બને તો કારપેટ્સનો ઉપયોગ ટાળો અને કોઈકને નિયમિત રીતે વેક્યૂમ કરવા માટે રાખો. જો તમને અસ્થમા હોય તો, સાફસફાઈનાં કામ માટે કોઈકને રાખો અને તમે ઘરે ન હોવ ત્યારે તે કામ પૂર્ણ કરાવો. જો તમારા બાળકને અસ્થમા હોય, તો તેઓ નિશાળે જાય ત્યારે ઘર સાફ કરી લો.
પથારી પરથી બધા રૂંવાટીવાળા રમકડા દૂર કરો.
દર પખવાડિયે સૉફ્ટ ટૉયઝને ધોઈ નાખો અને તડકે સૂકવો.
|
 |
પાળતુ પ્રાણીઓ:
પાળતુ પ્રાણીઓ અસ્થમાનાં લક્ષણોનાં સામાન્ય ટ્રિગર છે. તેમની રૂંવાટી, પીછા, લાળ, ત્વચાનું પડ અથવા પેશાબ અસ્થમાનાં લક્ષણોનું કારણ બની શકે છે.
ઉપયોગી સૂચન (ટિપ્સ):રૂંવાટીવાળા અને પીછાવાળા પાળતુ પ્રાણીઓ રાખવાનું ટાળો. તેઓને તમારા રહેવા તથા સૂવાના વિસ્તારથી દૂર રાખો.
જો તમારે પાળતુ પ્રાણી રાખવા જ હોય, તો તેના બદલે માછલીઓ રાખો.
|
 |
ધૂમ્રપાન અને વાયુ પ્રદૂષણ:
મોટા ભાગના સમયે, આપણે પ્રદૂષિત હવામાં જ શ્વાસ લેતા હોઈએ છીએ જે અસ્થમાનાં લક્ષણોનું ટ્રિગર બની શકે છે. સિગારેટનો ધુમાડો, કારનો ધુમાડો, ફટાકડાનો ધુમાડો, રાંધવા માટેનાં બળતણનાં લાકડાનો ધુમાડો....આ બધામાં વિવિધ કણો રહેલા હોય છે જે વાયુનલિકાઓને ઉત્તેજિત કરી શકે છે.
ઉપયોગી સૂચન (ટિપ્સ):જો તમને અસ્થમા હોય, તો ધૂમ્રપાન બંધ કરો. તે તમારા આરોગ્ય માટે હાનિકારક છે.
કોઈ અન્ય દ્વારા ધૂમ્રપાન પણ તમારા માટે સારુ ન હોવાથી તેમને ધૂમ્રપાન બંધ કરવા માટે વિનંતી કરો.
જો તમારા પરિવારનાં સભ્યો ધૂમ્રપાન કરતા હોય, તો તેમને બહાર જઈ ધૂમ્રપાન કરવાની વિનંતી કરો કારણ કે સિગારેટનો ધૂમાડો પડદા, કારપેટ્સમાં ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી તેમાં રહે છે.
જ્યારે પ્રદૂષણ ચરમ સીમાએ હોય ત્યારના વ્યસ્ત કલાકોમાં મુસાફરી કરવાનું ટાળો.
|
 |
તમારો વ્યવસાય/કાર્યસ્થાન:
તમારો જૉબ અથવા તમારા કામના સ્થાન કેટલીકવાર ટ્રિગર હોઈ શકે છે. જ્વેલરી વ્યવસાય, છાપકામ, જંતુનાશક દવા, ખાણ, પેઇંટિંગ અને પ્લાસ્ટિક ઉદ્યોગોમાં કામ કરતા લોકો, શેફ્સ અને બૅકર્સ, સોલ્ડર્સ અને ધાતુની પ્લેટ બનાવનારા, ફૉમ વર્કર્સ અને સ્પ્રે પેઇન્ટર્સ, હેર ડ્રેસર્સ અને સુથાર એ બધામાં અસ્થમા થવાની સંભાવના વધુ હોય છે. કદાચ અમુક ચોક્કસ રસાયણોની ગંધ અથવા હવામાંના ધૂળના કણોનો પ્રભાવ છે, જે ફેફસાંમાંની નલિકાને ઉત્તેજિત કરવાનું કારણ હોઈ શકે છે.
ઉપયોગી સૂચન (ટિપ્સ): યોગ્ય સાવચેતીઓ લો, તમારા નિયંત્રકોને યોગ્ય અને નિયમિત રીતે લો, અને હા તમારા ડૉક્ટરનો સંપર્ક પણ કરો, જે તમને શ્રેષ્ઠ સલાહ આપી શકે.
|
 |
શરદી અને વિષાણુઓ:
શરદી અને વાયરલ ઇન્ફેક્શન્સ એ અસ્થમાના ખૂબ જ સામાન્ય ટ્રિગર્સ છે. દરેક વ્યક્તિ કયારેક ને ક્યારેક તો શરદીનો શિકાર બનતો જ હોય છે, તેને સંપૂર્ણપણે ટાળવું અશક્ય છે.
ઉપયોગી સૂચન (ટિપ્સ):સ્વાસ્થ્યવર્ધક ભોજન લો અને સ્વસ્થ રહો. બને તેટલી વાર તમારા હાથ ધુઓ. તમારી આંગળીઓથી તમારા ચહેરાને સ્પર્શવાનું ટાળો.
|
 |
લાગણીઓ:
ઉત્કટ લાગણીઓ, ચિંતા અથવા વધુ પડતું હસવું પણ અસ્થમાનાં લક્ષણોનું ટ્રિગર હોઈ શકે છે.
ઉપયોગી સૂચન (ટિપ્સ):તમારી ચિંતાનું ધ્યાન રાખો અને જીવન પ્રત્યે સંતુલિત વલણ અપનાવો.
|
 |
વ્યાયામ:
વ્યાયામ અસ્થમા હોય તે સહિતનાં દરેકને માટે સારી વસ્તુ છે. પરંતુ કેટલાક લોકોને વ્યાયામ દરમિયાન અથવા તેના પછી અન્ય લોકો કરતા વધુ હાંફ ચઢતો હોય છે. જો તમારો અસ્થમા નિયંત્રણમાં હોય, તો તમને વ્યાયામ કરવામાં કોઈ સમસ્યા આવવી ન જોઈએ. તેમછતાં જો સ્થિતિ વણસે, તો કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
ઉપયોગી સૂચન (ટિપ્સ):અસ્થમા માટે શ્રેષ્ઠ વ્યાયામ યોગ અને તરવાનું, હૉકી, ક્રિકેટ, ફૂટબૉલ જેવી રમતો છે, કેમકે તેમાં સતત દોડવું પડતું નથી અને તમને વચ્ચે-વચ્ચે આરામ કરવા માટે સમય મળે છે.
તમે વ્યાયામ કરો અથવા જીમમાં જોડાઓ તે પહેલા તમારા કૌટુંબિક ડૉક્ટરની સલાહ લો. તમારા જીમ ઇન્સ્ટ્રક્ટરને અથવા શાળાનાં રમતનાં કોચને તમારા અસ્થમા વિશે અને તમારા રીલિવર અથવા રેસ્ક્યુઅર (બચાવને માટે) દવાઓ વિશે કહો. તમારી દવાઓ હંમેશા લિખિત સૂચનાઓ સાથે તમારી સાથે રાખો અને એક વધારાનું રીલિવર/રેસ્ક્યુઅર હાથવગું રાખો.
|
 |
ભોજન:
અસ્થમા પીડિત મોટા ભાગનાં લોકો ખાન-પાનની શૈલીને ચુસ્તપણે પાળતા નથી પરંતુ કેટલાક લોકોને સિંગદાણા, ઇંડા, માછલી, ગાયનું દૂધ, શેલ ફિશ, ખમીરવાળા ઉત્પાદનો, કેટલાક ખાવાનાં રંગો અને પ્રિઝર્વેટિવ, દારૂ, ફિઝી પીણા, પ્રોસેસ્ડ ફૂડથી એલર્જી થઈ શકે છે...
ઉપયોગી સૂચન (ટિપ્સ):પ્રિઝર્વેટિવ્સવાળા ખોરાક અને પૅકેટમાં બંધ કૃત્રિમ ખોરાકને ટાળો. તપાસ કરી જુઓ કે સિંગદાણા, ઇંડા, ગાયનું દૂધ, શેલ ફિશ અને ખમીરવાળા ઉત્પાદનોથી તમને એલર્જી તો નથી. પડીકાબંધ ખોરાકની ઉપર લખેલા લખાણને ધ્યાનપૂર્વક વાંચો.
એલર્જી તપાસ કરાવવા વિશે તમારા ડૉક્ટરની સલાહ લો.
|
 |
હૉર્મોન્સ:
હા, હોર્મોન્સ પણ અસ્થમા ટ્રિગર હોઈ શકે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. કેટલાકને તેમની તરૂણાવસ્થા દરમિયાન, માસિકની પહેલા, ગર્ભાવસ્થા દરમિયાન, અને રજોનિવૃત્તિ દરમિયાન અસ્થમાનાં લક્ષણોનો અનુભવ થાય છે.
ઉપયોગી સૂચન (ટિપ્સ): જો તમને એવું લાગે કે હોર્મોન્સ તમારા અસ્થમા લક્ષણોને ટ્રિગર કરી શકે છે, તો તમારા ડૉક્ટરની સલાહ લો.
|
 |
દવાઓ:
કેટલીક દવાઓ પણ લક્ષણોને ટ્રિગર કરી શકે છે. આમાં ફ્લૂ, હૃદયની દવાઓ, ગ્લૂકોમા જેવાની દવાઓનો સમાવેશ થાય છે.
ઉપયોગી સૂચન (ટિપ્સ): તમારા ડૉક્ટરની સલાહ લો અને હંમેશા તમને લાગુ પડતી દવાઓ વિશે કહો.
|
 |
મોલ્ડ્સ, ફંગસ અને પરાગરજ:
ફૂલવાળા છોડવાઓ કે જે પરાગરજ બહાર પાડે છે તે અસ્થમાના લક્ષણોને ટ્રિગર કરી શકે છે. તમારે ભેજવાળી દિવાલો પરની ફૂગ, ભીના કપડા, ભીના બાથરૂમ્સ અને બગીચામાં કોહવાયેલા પાંદડાનાં રેષાઓ વગેરે પર પણ ધ્યાન આપવું જોઈએ.
ઉપયોગી સૂચન (ટિપ્સ): તમારા ઘરને હવાદાર રાખો. ખાતરી કરો કે તમારા ઘરની દિવાલો ભેજવાળી નથી.
|
 |
હવામાન:
તાપમાનમાં અચાનક થતો ફેરફાર, પવનનાં દિવસો, ગરમ ભેજવાળા દિવસો પણ કેટલાકને માટે ટ્રિગર્સ તરીકેનું કામ કરવા માટે જાણીતા છે.
ઉપયોગી સૂચન (ટિપ્સ): ધૂમ્મસવાળુ વાતાવરણ હોય ત્યારે સવારે ચાલવા માટે જવાનું ટાળવાનો પ્રયાસ કરો. ભારે પવન વહેતો હોય ત્યારે તમારા ચહેરા પર સ્કાર્ફ પહેરો. સખત તાપમાનવાળા વિસ્તારોમાં આવવા જવાનું ટાળો...જેમ કે એર કંડીશન્ડ રૂમમાંથી બહાર એકદમ ગરમ ભેજવાળા તાપમાનમાં.
|
 |
મૉસ્ક્યૂટો કૉઇલ્સ, રૂમ ફ્રેશનર્સ, સાફસફાઇનાં ઉત્પાદનો:
આવા ઉત્પાદનોમાંના રસાયણો કેટલાક લોકો માટે ટ્રિગર્સ હોઈ શકે છે. હકીકતમાં, ભારતની ચેસ્ટ રીસર્ચ ફાઉન્ડેશન, પૂના દ્વારા કરવામાં આવેલ એક સ્વતંત્ર સંશોધન અનુસાર એક મોસ્ક્યૂટો રીપેલેન્ટ (કૉઇલ) બાળવાથી તમે 75 થી 137 સિગરેટની બરાબર વાયુ પ્રદૂષક કણોનાં સંપર્કમાં આવો છો!
ઉપયોગી સૂચન (ટિપ્સ): મચ્છરોને દૂર રાખવા માટે તમારી બારીઓમાં મચ્છરજાળીઓ લગાવો. સાફસફાઇનાં તીવ્ર ગંધવાળા ઉત્પાદનોનો ઉપયોગ ટાળો અને તમારા ઓરડાઓને કૃત્રિમ રૂમ ફ્રેશનર્સના ઉપયોગ કરવાને બદલે હવાદાર બનાવી રાખો.
|
કૃપા કરી નોંધ રાખો: પેલી એક જૂની કહેવત છે ...કરતા સાવચેતી સારી'. જો તમને અસ્થમા હોય, તો તમારા ટ્રિગર્સ પર ચોક્કસ નજર રાખવી અને તેમને ટાળવા એ શ્રેષ્ઠ છે. તમને તમારા ટ્રિગર્સ, લક્ષણો અને સારવાર વિશે કોઈપણ શંકા હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.
જ્યારે તમને ઉધરસ આવે છે ત્યારે તમારા ફેફસાંમાંથી કણ અને સ્ત્રાવ નીકળીને તે સાફ થઈ જાય છે. તેથી ઉધરસ એ તમારા શરીરનો એક કુદરતી રસ્તો છે જે તમારા ફેફસાંને સંક્રમિત થતું અટકાવે છે.
જો કે તે વખતે ઉધરસ કષ્ટદાયક હોઈ શકે છે. ઉધરસને લીધે તમે થાકનો અનુભવ કરી શકો છો અને તેનાથી તમારી ઉંઘમાં પણ ખલેલ પડી શકે છે. જો તમને વધુ પડતી અને સતત ઉધરસ આવતી હોય, તો બની શકે છે કે તમારા ફેફસાંમાં કંઈક તકલીફ છે.
ઉધરસ સામાન્ય રીતે તેની અવધિ અનુસાર વર્ગીકૃત થાય છે. જો તમારી ઉધરસ 3 અઠવાડિયા કરતા ઓછી રહે છે, તો તે તીવ્ર ઉધરસ કહી શકાય છે. જો તમારી ઉધરસ 8 અઠવાડિયા કરતા વધુ ચાલે, તો તે ગંભીર (ક્રૉનિક) ઉધરસ કહી શકાય છે.
તીવ્ર ઉધરસનાં કારણો:
 |
વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (સરદી, ફ્લૂ) |
 |
વાયુનલિકામાં બાહ્ય કણ |
ક્રોનિક ઉધરસ અથવા લાંબા સમય સુધી ચાલુ રહેતી ઉધરસ:
 |
અસ્થમા
બાળકોમાં ખાસ કરીને અસ્થમાનું સામાન્ય કારણ ક્રોનિક ઉધરસ હોય છે. અસ્થમા-સંબંધિત ઉધરસ લાંબા ગાળાની, સતત અથવા મોસમી હોઈ શકે છે. તે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન પછી થઈ શકે છે અથવા ધૂળનાં કણો, પાળતુ પ્રાણીઓ, ધૂમ્રપાન અને વાયૂ પ્રદૂષકો, ભેજ વગેરે જેવા વિભિન્ન ટ્રિગર્સને કારણે સ્થિતિ વધુ બગડી શકે છે. Click here to know more about asthma.
|
 |
એલર્જીક રાઇનાઇટીસ (નાક સંબંધી એલર્જી)
ઘણા દર્દીઓ કે જેને અસ્થમા છે તેને એલર્જિક રાઇનાઇટીસ (નાક સંબંધી એલર્જી) પણ હોય છે કારણ કે નાક શ્વસન માર્ગનો એક વિસ્તાર છે. સામાન્ય રીતે, નાક પહેલા અને ફેફસાં પચી પ્રભાવિત થાય છે. એલર્જીક રાઇનાઇટીસ તે એવા લક્ષણોનો સંગ્રહ છે જે ત્યારે દેખાય છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવી જગ્યાએ શ્વાસ લે છે જેની તેને એલર્જી હોય, જેમ કે ધૂળ, ધુમાડો અથવા પરાગરજ. લક્ષણો મોસમી હોઈ શકે છે અથવા આખું વર્ષ ચાલુ રહી શકે છે.
લક્ષણો આ પ્રકારે છે:
• વહેતુ નાક (નાકમાંથી સતત વહેતો પાણી જેવો પદાર્થ)
• છીંક આવવી
• નાક બંધ થઈ જવું.
• નાકમાં ખંજવાળ (નાક, આંખ અથવા ચહેરા પર ખંજવાળ છૂટવી)
પોસ્ટ નેઝલ ડ્રિપ (અર્થાત્ જ્યારે નાકનો તરલ સ્ત્રાવ ધીરે ધીરે ગળા સુધી ઉતરી આવે) ને કારણે ઇરિટેશન થાય છે અને ઉધરસ આવે છે.
|
 |
રીફ્લક્સ બીમારી
એસિડ રીફ્લક્સ અર્થાત્ જ્યારે પેટથી નીકળતું એસિડ પાછું (રીફ્લક્સ) આહાર નલિકાઓમાં (ઑએસૉફેગસ) જાય છે. આ ટ્રિગર તરીકે કાર્ય કરે છે અને જેના કારણે ક્રોનિક ઇરિટેશન અને ઉધરસ થઈ શકે છે. |
 |
સંક્રમણ
ક્રૉનિક ઉધરસ ફેફસાંના સંક્રમણ જેમ કે ટ્યૂબરક્યુલોસિસ અને ફેફસાં સંબંધી અન્ય ક્રૉનિક બીમારીઓ સાથે સંબંધિત છે. તે સામાન્ય રીતે છાતીનાં દુઃખાવા, ઉંઘમાં ખલેલ, ગળું બેસી જવુ, તેમજ અંધારા આવવા, ઉલટી અને બ્લેડરને નિયંત્રિત કરવામાં અક્ષમતા સાથે જોડાયેલા હોય છે. |
નોંધ: યાદ રાખો કે ઘણાં કફ સિરપમાં નુકસાનકારક દ્રવ્યો હોય છે જે તમને સામાન્ય રાહત આપીને ફેફસાંની તકલીફને વધારી શકે છે. તેથી જો તમે 3 અઠવાડિયાથી વધુ ક્રોનિક ઉધરસથી પીડાતા હોવ તો, યોગ્ય નિદાન અને સારવાર માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
|
|
|
|
| પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) |
|
| પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)એ સરળ, સસ્તું, હાથથી ચલાવી શકાય એવું સાધન છે. |
| |
|
|
|
|
| સ્પાઇરોમીટરી તપાસ એ વધુ સંવેદનશીલ અને અત્યાધુનિક તપાસ છે જે અસ્થમાના લક્ષણોની તપાસ જલ્દી કરે છે. |
| |
|
|
|
|
|