જોકે, અસ્થમા મટી શકે તેવો રોગ નથી, સારા સમાચાર એ છે કે તે સારી રીતે નિયંત્રિત કરી શકાય છે. આધુનિક દવાઓ અને ઇન્હેલર્સે દુનિયાના લોકોને સામાન્ય અને સ્વસ્થ જીવન જીવવામાં સક્ષમ કર્યા છે. સારી સારવારથી તમે પરિપૂર્ણ જીવન જીવી શકો છો.
દમને નિયંત્રિત કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને શું કરવાનું છે તે સમજી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે, તમારા ડૉક્ટર તમને
ટ્રિગર્સ વિષે સલાહ આપી શકે છે, આ તે વસ્તુ છે જેનાથી તમારા ફેફસાંની વાયુનલિકાઓમાં તકલીફ થઈ શકે છે.
તમારા ડૉક્ટર તમને તમારા અસ્થમાને નિયંત્રિત કરવા માટે અમુક દવા બતાવશે, પરંતુ તમારી સારવારને ખરેખર અસરકારક બનાવવા માટે તમારે તેની સાથે કામ કરવું જોઈએ. તમારા દમને નિયંત્રિત કરવા તમારા ડૉક્ટરે બતાવ્યાં મુજબ જ તમારે દવા લેવી જોઈએ. તમારા ડૉક્ટર તમને આ પણ કહી શકે છે
કટોકટીમાં તુરંત શું કરવું.
સ્વયંને જાણકારીથી વાકેફ કરાવવા માટે વાંચવાનું ચાલુ રાખો- ટ્રિગર્સથી બચવા માટે શું કરવું, અન્ય પ્રકારની દવાઓ ઉપરાંત ઇન્હેલર્સના ફાયદા, અસ્થમાનો હુમલો આવવા પર શું કરવું અને તમારા અસ્થમાને કેવી રીતે નિયંત્રિત રાખવું.
કેમ ઇન્હેલર્સ જ વધુ યોગ્ય છે? |
ઇન્હેલર્સ દ્વારા દવા લેવાના ફાયદા દુનિયામાં ફક્ત આપણા આધુનિક યુગમાં જ સમજવામાં નથી આવ્યાં. 2000 હજાર વર્ષ પહેલાં, પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ અને ભારતમાં, લોકોએ તેમની શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમામાં રાહત મેળવવા માટે જડી-બુટ્ટીઓ અને પાંદડા સૂંઘવાના ફાયદાનો અનુભવ કર્યો છે. સદીઓથી, ઇન્હેલર્સ વિકસિત થયાં અને હવે તે વધુ આધુનિક અને અસરકારક બન્યા છે.
આજે દુનિયાભરના અસ્થમાના દર્દીઓ ઇન્હેલર્સનો ઉપયોગ કરે છે જેણે તેમને તેમની સામાન્ય અને દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં સક્ષમ બનાવ્યાં છે. અસ્થમા હોવા છતાં પણ,
અસ્થમા ઇન્હેલરે તેમને પરિપૂર્ણ જીવન જીવવાની આઝાદી આપી છે.
દુનિયાભરમાં, સારવારના અન્ય પ્રકારો જેવા કે ગોળીઓ અથવા સિરપની તુલનામાં અસ્થમા ઇન્હેલર્સ સારા સાબિત થયા છે. કેમ? જ્યારે તમને તમારી આંખમાં તકલીફ થાય છે ત્યારે તમે આંખમાં ટીપાં મૂકો છો. તમારી ત્વચા પર તમને કોઈ તકલીફ થાય ત્યારે તમે તમારી ત્વચા પર મલમ અથવા ક્રીમ લગાવો છો.
તમારે કોઈ ગોળી અથવા સિરપ ગળવાના નથી. તમે દવાનો ઉપયોગ ત્યાં કરો ખરેખર તેની જ્યાં જરૂર છે. તે જ રીતે, અસ્થમા માટે, તમે ઇન્હેલર તમારા મોં સાથે લગાવીને તેના દ્વારા દવાને સૂંઘો છો અથવા શ્વાસ દ્વારા અંદર ખેંચો છો.
આ વધુ અસરકારક છે કારણ કે ઇન્હેલ કરેલી દવા જ્યાં જરૂર હોય ચોક્કસ ત્યાં જ, અર્થાત્ તમારા ફેફસાંની વાયુનલિકાઓમાં સીધી અને ઝડપથી પહોંચે છે, જ્યાં તેની જરૂર છે.
અસ્થમા માટેની ગોળીઓ અથવા સિરપ સાથે તુલના કરો. જેમ કે તમે જાણો છો તેને ગળવી પડે છે. પરંતુ તમે કદાચ આ નહીં જાણતા હોવ કે ગોળી અને સિરપને અસર કરવામાં સમય લાગે છે કારણ કે તે પેટમાંથી લોહીમાં અને પછી છેલ્લે ફેફસાંમાં જાય છે. આ ધીમી પ્રક્રિયા છે અને દર્દીને રાહત મળવામાં ઘણો સમય લાગે છે. કેટલીક દવા તો પેટમાં જ રહી જાય છે જ્યાં તેની જરૂર નથી હોતી અને તેનાથી ઘણી
આડઅસરો થઈ શકે છે.
આ ઉપરાંત, ગોળીઓ અને સિરપની બાબતમાં તમારે વધારે માત્રામાં લેવું પડે છે કારણ કે બધી દવા ફેફસાં સુધી પહોંચતી નથી. એનો અર્થ એ કે વધુ આડઅસરો. જ્યારે તમે ઇન્હેલરથી દવા લો છો, ત્યારે તમારા ફેફસાંમાં જતી દવાની માત્રા 40 ગણી ઓછી હોય છે અને તે ક્યારે પણ પેટમાં જતી નથી, તેથી તેની આડઅસરો પણ મામૂલી છે. તમારા માટે આ મહત્વપૂર્ણ છે કે તમે સ્વયંને આ પ્રશ્ન પૂછો: “મારે તે દવાનો ઉપયોગ કેમ કરવો જોઈએ કે જે મારા શરીરના અન્ય અંગોમાં જાય છે જ્યારે મને તેની જરૂર માત્ર મારા ફેફસાં માટે જ છે?”
યુએસએ (USA) અને યુકે (UK) જેવા સૌથી વધુ વિકસિત દેશોમાં, ઇન્હેલરે અસ્થમાની પ્રાથમિક ચિકિત્સાના રૂપમાં ટેબ્લેટ્સ અને સિરપનું સ્થાન લઈ લીધું છે. તે અસ્થમાને નિયંત્રિત કરવા માટે
અસરકારક અને સુરક્ષિત રીત છે.
પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને તબીબી સંસ્થાઓ દ્વારા થયેલા પૂર્ણ નૈદાનિક અભ્યાસ અને સંશોધનોએ સાબિત કર્યું છે કે ઇન્હેલર્સ સુરક્ષિત છે. આડ અસરો, જો છે, તો એકદમ મામૂલી છે અને સરળતાથી ઓછી કરી શકાય છે. જો તમને જરા પણ અસુવિધાજનક અથવા આડ અસર અનુભવો, તો તમારા ડૉક્ટરને જણાવો.
અસ્થમા ઇન્હેલર્સ
સસ્તા પણ છે. માત્ર પ્રતિ દિવસ થોડા રૂપિયામાં જ તમને રાહત મળે છે. તમે હુમલાનો અને હોસ્પિટલના બિલો ચૂકવવાની સંભાવનાને ઘટાડી શકો છો. અભ્યાસો દ્વારા પણ આ જાણવામાં આવ્યું છે કે ઇન્હેલર્સનો ઉપયોગ કરતા અસ્થમાના દર્દીઓ કામ, સ્કૂલ અને કોલેજોમાં નિયમિત હાજર રહે છે.
ઇન્હેલર્સ દ્વારા 2 પ્રકારની દવાઓ લેવામાં આવે છે, જે કંટ્રોલર્સ અને રિલીવર્સ કહેવાય છે. શ્વાસ દ્વારા લેવાની દવાઓ વિષે વધુ વાંચતા રહો. અને તમારા અસ્થમા માટે સૌથી સારી સારવાર માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
ઇન્હેલરમાં અસ્થમાની દવાના પ્રકારો |
ઇન્હેલર્સે આ સાબિત કર્યું છે કે તે ગોળીઓ, સિરપ અને હા અન્ય વૈકલ્પિક દવાઓ કરતા અસ્થમાના નિયંત્રણ માટે વધુ સુરક્ષિત અને અસરકારક છે. અસ્થમા માટે ઇન્હેલર્સમાં બે પ્રકારની દવા હોય છે:
 |
કંટ્રોલર્સ |
આ ઇન્હેલર્સમાં ઉપલબ્ધ તે દવા છે જે ભાવિ હુમલાને રોકવા માટે તમારે નિયમિતરૂપે લેવી આવશ્યક છે. કોઈ કોઈવાર તેને પ્રીવેન્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાભરમાં, ફક્ત કંટ્રોલર દવાઓ જ તમારા અસ્થમાને નિયંત્રિત કરવાની પ્રમાણિત રીત છે.
આ દવાઓ તુરંત આરામ પહોંચાડતી નથી પરંતુ તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે ત્યારે તે તમારા અસ્થમાને નિયંત્રિત કરવા માટે વધુ સારી રીતે મદદ કરે છે. વૈશ્વિકરૂપે સ્વીકારવામાં આવેલા સારવાર માર્ગદર્શનો મુજબ, જે લોકોને હંમેશા લક્ષણો રહે છે તેઓએ અંદરુની સોજોને નિયંત્રણમાં લાવવા અને
લક્ષણો અને હુમલાને રોકવા માટે લાંબા સમય ચાલુ રાખવાની દવા દરરોજ લેવી જોઈએ.
જો તમે તમારી કંટ્રોલર દરરોજ લો છો, તો તમને
અસ્થમા હુમલો આવવો જોઈએ નહીં. જોકે, તમને હુમલો આવે છે, તો તમારે તમારી રિલીવર દવા તુરંત લઈ લેવી જોઈએ. આ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારા કંટ્રોલરના નિયમિત ઉપયોગથી રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) લેવાની તમારી જરૂરિયાત ઓછી થઈ જશે અને પરિણામરૂપે તમે તેનો ઉપયોગ ખૂબ જ ઓછો કરશો. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તમે તમારી કંટ્રોલરનો દરરોજ ઉપયોગ કરો. માટે આને એક આદત બનાવો, જેમ તમે તમારા મોં અને દાંતોની સમસ્યાને રોકવા માટે દરરોજ બ્રશ કરો છો. તે જ રીતે અસ્થમા હુમલાને રોકવા માટે તમારે તમારી કંટ્રોલર લેવી જોઈએ.
કંટ્રોલર્સનો ઉપયોગ કરવા માટે ટીપ્સ/સૂચન
| • |
તમારી કંટ્રોલર દવાને દરરોજ નિયમિત સમયે લો. તેથી તમારે તેને દિવસમાં બે વખત લેવી પડે, તો તે સમય નિશ્ચિત કરો કે જે તમારા માટે સૌથી અનુકૂળ હોય. |
| • |
જો તમે તમારી કંટ્રોલર સામાન્યરૂપે 2 ભિન્ન સ્થાનોએ લો છો, જેમ કે એકવાર ઘરે અને એકવાર કાર્યસ્થાને, તો તમે એક કંટ્રોલરને ઘરે અને એકને કાર્યસ્થાને રાખી શકો છો. તમારી કંટ્રોલરને સાથે રાખવા કરતા આ તમને વધુ સુવિધાજનક લાગશે. |
| • |
ઘણીવાર દર્દી ફરિયાદ કરે છે કે ઇન્હેલર કામ કરી રહ્યું નથી, ત્યારે ડૉક્ટરને આ ખબર પડે છે કે દર્દી ઇન્હેલરનો ઉપયોગ ખોટી રીતે કરે છે. એટલા માટે તમારી કંટ્રોલરનો ઉપયોગ ડૉક્ટરની અથવા તેના સહાયક સામે કરવો વધુ યોગ્ય છે અથવા તેથી તે જોઈ શકે છે કે તમે તેનો ઉપયોગ કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યાં. તમારા ઇન્હેલરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ તમારા અસ્થમાને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. |
 |
રિલીવર્સ |
તેને ઝડપી રાહત મેળવવા માટે અને હા અસ્થમા હુમલા દરમ્યાન તત્કાલ રાહત માટે શ્વાસ દ્વારા લેવામાં આવે છે. આ થોડા સમય સુધી લેવાની દવાને રિલીવર્સ (તુરંત આરામ પહોંચાડનારી દવા) અથવા રેસ્ક્યુઅર્સ પણ કહેવાય છે. તમે તેને કટોકટીના સમય માટેની જરૂરી દવા પણ માની શકો છો. તે હુમલાના સમયે કફ અને શ્વાસ લેવામાં થતી તકલીફોથી રાહત મેળવવામાં મદદ કરે છે. જેથી જ્યારે તમને હાંફ ચઢે અથવા હુમલાના શરૂઆતી લક્ષણ જણાય ત્યારે તમારે તુરંત ડૉક્ટરે બતાવેલી રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી) દવા લેવી જોઈએ. આ તમારી વાયુનલિકાઓની માંસપેસીઓને આરામ પહોંચાડવામાં મદદ કરશે અને શ્વાસ લેવાનું સરળ બનાવશે.
બધા અસ્થમા દર્દીઓએ કટોકટીના સમય માટે રિલીવર્સ (તુરંત આરામ પહોંચાડનારી દવા) સાથે રાખવી જોઈએ, તેમજ બહાર જાય ત્યારે પણ. કારણ કે, અસ્થમાનો હુમલો વિના કોઈ ચેતવણીએ આવે છે.
રિલીવર્સ (તુરંત આરામ પહોંચાડનારી દવા) નો ઉપયોગ કરવા માટેના સૂચન (ટીપ્સ)
| • |
તમારે તમારી રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) હંમેશા સાથે રાખવી જોઈએ. તેના વિના બહાર જવું નહીં. અસ્થમાનો હુમલો કોઈપણ સમયે અને કોઈપણ સ્થાને આવી શકે છે. |
| • |
રિલીવર્સ (તુરંત આરામ પહોંચાડનારી દવા) રાખો - એક ઘરે અને એક તમારા કાર્યાલયે. જો તમારા બાળકને અસ્થમા છે તો એક રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) સ્કૂલમાં રાખો. |
| • |
તમે તમારા ઇન્હેલરનો ઉપયોગ તમારા ડૉક્ટર અથવા તેના સહાયકની સામે કરીને બતાવો જેથી તમે ખોટી રીતે લેતા હોવ તો તે તમને સાચી રીત બતાવી શકે. હુમલા દરમ્યાનમાં તમારા ઇન્હેલરનો ઉપયોગ યોગ્ય રીતે કરવો તે તમારા અસ્થમામાં આરામ પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવે છે |
| • |
તમારે ઘરમાં તમારા કુટુંબીઓને અથવા કાર્યસ્થાને કે સ્કૂલે તમારા મિત્રોને પણ ઇન્હેલરનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિષે જણાવવું જોઈએ. જેથી તમને હુમલો આવવા પર તેઓ ઇન્હેલરથી તમારી મદદ કરી શકે. |
| • |
અસ્થમાનો હુમલો આવવાની સ્થિતિમાં શું કરવું તે જાણવા માટે અહીં ક્લિક કરો. |
કૃપા કરી નોંધ રાખો: કયા પ્રકારની દવા અને ઇન્હેલરનો ઉપયોગ કરવો તે માટે ડૉક્ટરે બતાવ્યા મુજબ કરો. તમારા ડૉક્ટરને તમારા ઇન્હેલરનો ઉપયોગ કરવા અને જાળવવા વિષે માર્ગદર્શન આપવાનું કહો. તમારું પ્રથમ સત્ર નિર્ણાયક છે અને તે જ સુનિશ્ચિત કરશે કે તમે પ્રારંભથી જ સફળ શરૂઆત કરો છો. આ તમને ખરેખર તમારા અસ્થમાને નિયંત્રિત કરવા ની તમારી લડાઈમાં તમારી મદદ કરશે.
જો તમારા ડૉક્ટર તમને બે ઇન્હેલર્સ લેવાનું જણાવે છે, તો એક તમારી કંટ્રોલર છે અને બીજી તમારી રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) છે. તમે તેમને તમારી કંટ્રોલર કઈ છે અને તમારી રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) કઈ છે તે પૂછવાનું ભૂલશો નહીં. તમને યાદ રાખવામાં મદદ માટે તમે પેક્સ પર "કંટ્રોલર" અને રિલીવર" લખીને રાખી શકો છો.
ઇન્હેલેર્સનો ઉપયોગ કેવી રીતે કરવો |
દુનિયાભરમાં, અસ્થમાને નિયંત્રિત કરવા માટે અને સારા જીવનનો આનંદ માણવા માટે ઇન્હેલેશન સરળ, સુરક્ષિત અને અસરકારક રીત સાબિત થઈ છે. ઇન્હેલેશનમાં, તમે ઇન્હેલર કહેવાતા એક નાનકડા સાધનનો ઉપયોગ કરીને, મોં વાટે દવાને શ્વસનમાં લો છો. અસ્થમાના દર્દીની આયુ, સુવિધા અથવા દર્દીના અસ્થમાની સ્થિતિ અનુસાર ભિન્ન જરૂરિયાતોને પૂરા કરતા અલગ-અલગ પ્રકારના ઇન્હેલર્સ છે.
ઇન્હેલર્સના મુખ્ય બે પ્રકાર મીટર્ડ ડૉઝ ઇન્હેલર્સ (MDI) અને ડ્રાય પાવડર ઇન્હેલર્સ (DPI) છે.
મીટર્ડ ડૉઝ ઇન્હેલર્સ (MDI) ને સામાન્ય રીતે સ્પ્રે ઇન્હેલર પણ કહેવાય છે કારણ કે તે એ જ પ્રમાણે કાર્ય કરે છે. કેટલાક લોકો તેને પંપ’ કહે છે કારણ કે આ ઇન્હેલરનો ઉપયોગ કરતી વખતે પંપિંગ ક્રિયા થાય છે.
ઘણા ડૉક્ટરો તેમના દર્દીઓને ડ્રાય પાવડર ઇન્હેલર્સ (DPIs) ની સલાહ આપે છે.
તમારા ઇન્હેલરને યોગ્યરીતે કેમ વાપરવું તે જાણો.
અસ્થમાને નિયંત્રણમાં કેવી રીતે રાખવો |
અસ્થમા ક્રૉનિક સ્થિતિ છે જેને નિયમિત પ્રંબંધ અને સારવારની આવશ્યકતા હોય છે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે તમે અસ્થમાથી લડી શકો છો અને તેને નિયંત્રણમાં રાખવામાં વજયી મેળવી શકો છો. જેથી ફરી
અસ્થમાના હુમલા ની સંભાવના ખૂબ જ ઓછી રહે છે અને તમે સ્વસ્થ અને પરિપૂર્ણ જીવન જીવી શકો છો.
તમારા અસ્થમાને નિયંત્રણમાં રાખવામાં મદદ માટે આ 4 પગલાંનું પાલન કરો.
 |
તમારા ટ્રિગર્સથી બચો. |
 |
તમારી કંટ્રોલર દવા નિયમિતરૂપે લો. |
 |
પીક ફ્લો મીટર/ પીક ફ્લો માસ્ટરનો ઉપયોગ કરીને તમારા ફેફસાંની સ્થિતિને નિયમિતરૂપે તપાસતા રહો. |
 |
તમારા ડૉક્ટરને નિયમિત રૂપે મળતા રહો. |
જો તમે આ 4 વસ્તુઓ પર ફૉકસ કરો છો તો તમે તમારા અસ્થમાને નિયંત્રિત કરી શકો છો.
 |
તમારા ટ્રિગર્સ પર ધ્યાન રાખો |
અસ્થમા વ્યક્તિ દર વ્યક્તિ અલગ હોઈ શકે છે. વયસ્ક દર વયસ્ક અલગ હોઈ શકે છે. અને બાળક દર બાળક અલગ હોઈ શકે છે. તેથી તે ખૂબ મહત્વપૂર્ણ છે કે તમે તમારા પોતાના અસ્થમાના પ્રકારને અને તમારા પોતાના
ટ્રિગર્સ અને લક્ષણોને જાણો.
અસ્થમાનાં લક્ષણો સામાન્ય રીતે અમુક ચોક્કસ વસ્તુઓને કારણે ઉદ્ભવતા અથવા ટ્રિગર થતા હોવાથી, તમે તેના સંપર્કને સીમિત કરીને તમારા અસ્થમાને નિયંત્રણમાં રાખી શકો છો. સિગરેટનો ધુમાડો, વાયુ પ્રદૂષણ, ધૂળનાં કણો, શારીરિક શ્રમ અને વ્યાયામ, પરાગકણ, ફર અથવા પીંછા જેવા કેટલાક સામાન્ય ટ્રિગર્સ છે. શરદી, ઉધરસ, વાયરસ જેવી બીમારીઓ પણ, ઉત્કટ લાગણીઓ જેમ કે ડર, રુદન, હાસ્ય વગેરે. અને અમુક ચોક્કસ દવાઓ, અને ડૉક્ટરની સલાહ વગર સીધી કાઉન્ટર પરથી લેવાતી દર્દ નિવારક ગોળીઓ.
એકવાર તમને તમારા ટ્રિગર્સ જાણ થઈ જાય, તે પછી તેમને ટાળવાના શ્રેષ્ઠ પ્રયાસ કરો. તે ઉપરાંત, નિયમિત ઇન્હેલેશન થેરેપી તમારા અસ્થમાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
 |
તમારી કંટ્રોલર દવા નિયમિતરૂપે લો |
કઈ દવા લેવી અને તે ક્યારે લેવી તે જાણવું તમારા અસ્થમાના લક્ષણોને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી તમારા ડૉક્ટરે સૂચવેલ કંટ્રોલર ઇન્હેલર નિયમિતરીતે ઉપયોગમાં લો. જો તમે કોઈ ટ્રિગરનાં સંપર્કમાં આવો છો તો, આ તમારા અસ્થમા હુમલાના જોખમને ઘટાડશે. અને તમને જો સારું લાગવા માંડે, તો પણ તમારા કંટ્રોલર્સને બંધ કરવાની ભૂલ કૃપા કરીને કરશો નહીં. કેમ? જ્યારે કોઈ BP નો દર્દી ઓચિંતા જ તેની BP ની દવાઓ લેવાનું બંધ કરી દે તો તેનું BP વધી શકે છે. તે જ રીતે તમને બીજો
અસ્થમાનો હુમલો આવી શકે છે કારણ કે તમે તમારું કંટ્રોલર બંધ કર્યું છે.
તે યાદ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે તમારી અસ્થમાની દવાઓ ડૉક્ટરની સલાહ લીધા વિના ક્યારેય બંધ ન જ કરવી. યાદ રાખો, જેવી જ તમારી સ્થિતિ સુધરે અને ડૉક્ટરને તમે ફિટ લાગો તો ડૉક્ટર ધીમે ધીમે તમારા ડૉસેઝ ઘટાડી શકે છે.
જ્યારે તમને ઝડપી રાહતની જરૂર હોય, ત્યારે તમારા રીલિવર દવાનો તાત્કાલિક ઉપયોગ કરો. જો તમે આ બધાનું નિયમિત પાલન કરો છો, તો તમારા અસ્થમાને તમે નિયંત્રણમાં રાખી શકો છો.
 |
પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) નો ઉપયોગ કરીને તમારા ફેફસાંની સ્થિતિને નિયમિતરૂપે તપાસતા રહો |
જે રીતે તમે તમારું BP બ્લડ પ્રેશર ઉપકરણથી તપાસો છો અથવા તમારો તાવ થર્મોમીટરથી તપાસો છો, તે રીતે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) તમારા ફેફસાંની શક્તિ તપાસવા માટે છે. પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) થી તમારા અસ્થમા પર ધ્યાન રાખવું ખૂબ સરળ છે. આ એક સરળ ઉપકરણ તમે તમારા ફેફસાંથી હવાને કેટલી સારી રીતે કાઢી શકો છો તે માપે છે. જુઓ કે તમારા પોતાના માટે
પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) નો ઉપયોગ કેટલી સરળતાથી કરી શકો છો.
સારવાર શરૂ કર્યા પછી અને તમારી કંટ્રોલર દવાઓ નિયમિતરૂપે લીધા પછી, તમે તમારા શ્વસન પરીક્ષણ પરિણામો કેવા સુધરે છે તે જોવા માટે, પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) નો ઉપયોગ કરી શકો છો. આ રીતે તમારે તમારા અસ્થમા નિયંત્રણમાં કેટલો સુધારો થયો છે તેનું અનુમાન લગાવવું પડશે નહીં.
તમે ખરેખર તમારા ડૉક્ટરની સાથે તમારો લક્ષ્યાંક સેટ કરી શકો છો અને તમારી સુધારણાને માપી શકો છો. આ તમને ફિટ રહેવા, અને દરેક તબક્કે તમારા અસ્થમાને સમજવા તેમજ નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે. આમાં સૌથી સારી વાત એ છે કે એકવાર તમે તમારા લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લો, તે પછી ડૉક્ટર પણ તમારા ડૉસેઝને ઘટાડવા પર વિચાર કરી શકે છે...સિવાય કે તમે નિયમિતરૂપે પાલન કરવાનું ચાલુ રાખો તો.
એ સલાહ આપવામાં આવે છે કે તમારા અસ્થમાની તપાસ માટે તમારા ડૉક્ટરે ભલામણ કર્યા અનુસાર પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)નો ઉપયોગ નિયમિતરૂપે કરો. અને યાદ રાખો કે તમને કેટલાક સમયથી અસ્થમાનો હુમલો ન આવ્યો હોય તો પણ આ નિયમિત તપાસ આવશ્યક છે.
તો તમે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)તપાસ ક્યાંથી મેળવી શકો છો? જ્યારે તમે ડૉક્ટરનાં ક્લિનિક પર જાઓ ત્યારે તેમને પીક ફ્લો મીટર (બ્રીધોમીટર)તપાસ માટે પૂછો. તમારા ડૉક્ટરની સલાહ લેતી વખતે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) પર તમારા વ્યક્તિગત શ્રેષ્ઠ (સ્કોર)ને નોંધી રાખો. તમે તમારા કેમિસ્ટ પાસેથી તમારું પોતાનું પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) ખરીદવાનો વિચાર પણ કરી શકો છો.
 |
તમારા ડૉક્ટરને નિયમિત રૂપે મળતા રહો |
| • |
અસ્થમા સામે લડવામાં તમારી અને તમારા ડૉક્ટરની 50:50 ભાગીદારી છે. તમને સારું લાગતું હોય તેમ છતાં, તેમની નિયમિતરૂપે મુલાકાત લો. તેમને આ વિશે પૂછવામાં સંકોચ કરશો નહીં. તમારા ઇન્હેલરનાં ફાયદાઓ તેમની મદદથી તમારા ઇન્હેલરને યોગ્ય રીતે કેમ વાપરવું અને જાળવણી કરવી તે જાણો. તમારે તમારી જાતે ક્યારેય દવા લેવાનું બંધ કરવું જોઈએ નહીં. તમારા ડૉક્ટરની ભલામણ અનુસાર સૂચવેલી દવાઓ લો.
બને કે તમારા ડૉક્ટર તમને કોઈ તપાસની સલાહ આપે તો તે તપાસ કરાવો અને તમારી સારવારને ઇમાનદારીથી અનુસરો.
|
| • |
|
| • |
તમે લઈ રહ્યા હો તે દવા વિશે તમારા ડૉક્ટરને માહિતગાર કરવાનું ભૂલશો નહીં. કેટલાક દર્દ નિવારકો અસ્થમાનાં લક્ષણોને ટ્રિગર કરી શકે છે. તેથી જ્યારે પણ તમે માંદા પડો – પછી ભલે તે પીઠનો દઃખાવો હોય અથવા તાવ અથવા શરદી અથવા જે કંઈપણ હોય, અને ખાસ કરીને જ્યારે તમે તમારી આંખ માટે દવા લઈ રહ્યા હો, તો કૃપા કરીને તમે લઈ રહ્યા છો તે દવા વિશે તમારા ડૉક્ટરને માહિતી આપો. |
અસ્થમા અને તમારી જીવનશૈલી
 |
તમારે કોઈ વિશિષ્ટ ભોજનનું પાલન કરવાની અથવા તો આઇસક્રીમ અથવા ચોકલેટ અથવા તમારી ભાવતી વિશિષ્ટ વાનગીને નકારવાની નથી. અસ્થમા તમને તમારી મનપસંદ વાનગીઓ ખાવાથી રોકતું નથી...જ્યાં સુધી તમે તેનો અતિરેક ના કરો. ફક્ત તે ખોરાક લેવાનું ટાળો જે એલર્જીને ટ્રિગર કરી શકે છે, જેમ કે સિંગદાણા અથવા ડબ્બાબંધ, બોટલબંધ અથવા પડીકાબંધ ખોરાક કે જે ઉમેરણો અને પ્રીઝર્વેટીવ્સથી ભરપૂર હોય. જો તમને એવું લાગે કે તમને ખોરાકની એલર્જી છે, તો માર્ગદર્શન માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. |
 |
દરેકને પોતાના તણાવનું સ્તર ઓછું કરવા માટે સૂકૂન અને શાંતિની જરૂર હોય છે. તમને શાંતિની વધારે જરૂર છે કારણ કે તાણ એ અસ્થમામાં એક સામાન્ય ટ્રિગર છે.
તેથી કેટલીક સરળ રીલેક્સેશન તકનીકો જાણો અને તેને તમારા જીવનનો એક ભાગ બનાવો. એક સારા શિક્ષકનાં માર્ગદર્શન હેઠળ યોગા શરૂ કરો. હળવાશનો અનુભવ થાય તેવી રૂચિ પેદા કરો. બગીચામાં વૉક લો, મનપસંદ ફિલ્મ જુઓ…. કંઈક એવું કરો કે ખરેખર આનંદ આપે અને જે તમને તમારા કાર્યથી અથવા તમને તાણ આપતી વસ્તુથી દૂર કરે. |
 |
નિયમિત વ્યાયામ આપને માટે સારો રહેશે. તમને તમારી મનગમતી કોઈપણ પ્રવૃત્તિ અથવા વ્યાયામ કરવાથી અસ્થમાને અટકાવવા ન દો. જો તમને તે કરવું ગમે છે તો તેને તમારી જીવનશૈલીનો એક ભાગ બનાવો. અને તે તમારા સામાન્ય આરોગ્ય અને આરામ માટે ચમત્કાર કરશે. તેથી આગળ વધો અને સક્રિય બનો! તમે કરવા માંગો છો તે વ્યાયામ પર તમારા ડૉક્ટરની સલાહ લેવાનું યાદ રાખો અને પછી તેમની સલાહનું પાલન કરો. |
અસ્થમાનો હુમલો થવા પર શું કરવું |
જો તમે તમારી કંટ્રોલર દવા નિયમિતરૂપે લઈ રહ્યા છો અને
ટ્રેગર્સને ટાળો છો, તો તમારા પર અસ્થમાનો હુમલો થવાની શક્યતા ઓછી છે. પરંતુ કટોકટીની સ્થિતિમાં, આ બાબતોનું પાલન કરવાનું ભૂલશો નહીં.
 |
તમારે હંમેશા સીધા જ બેસવું જોઈએ આડા પડવું નહીં. તમારા કપડા ઢીલા હોવા જોઈએ. તમારે શાંત રહેવાનો અને આરામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી નજીક ઉપસ્થિત સંબંધી અથવા મિત્રોએ કોઈપણ રીતે મદદ કરવી જોઈએ અને તેને સકારાત્મક આશ્વાસન આપવું જોઈએ. |
 |
|
 |
પછી 5 મિનિટ પ્રતીક્ષા કરવી. જો તેમાં કોઈ સુધાર ન થાય, તો તમારા ડૉક્ટરની સલાહ મુજબ રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) દવાનો અતિરિક્ત ડૉઝ લેવો જોઈએ. |
 |
જો તમને હજી પણ આરામ મળતો નથી, તો તમારા ડૉક્ટરને તરત બોલાવો. તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે ડૉક્ટરની સલાહ વિના રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) દવાનો ડૉઝ વધારવો નહીં. |
 |
જો તમારા ડૉક્ટર તમારી પાસે ઝડપથી પહોંચી શકતા ન હોય તો તમારે તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને જવું જોઈએ. |
વિશિષ્ટ સ્થિતિઓમાં અસ્થમા |
જો તમને અસ્થમા છે, તો એનો અર્થ એ નથી કે બધું સમાપ્ત થઈ ગયું. આ જાણવું મહત્વપૂર્ણ છે કે અસ્થમા નિયંત્રિત થઈ શકે છે અને તમે સામાન્ય જીવન જીવી શકો છો. નીચે આપેલો અનુભાગ વિશેષ સ્થિતિઓમાં અસ્થમા વિષે સમજાવવાનો પ્રયાસ છે. અહીં અમે કેટલાક વિષયોની ચર્ચા કરીશું: ગર્ભાવસ્થા દરમ્યાન અસ્થમા, અસ્થમા અને સ્તનપાન કરવાતી માતા, અસ્થમા અને તમારું કામ, અસ્થમા અને યાત્રા, અસ્થમા અને રમતો, અસ્થમા અને ધૂમ્રપાન, અસ્થમા અને સંપૂર્ક દવાઓ, અસ્થમાને એલર્જિક રાહિનિટિસ (નાક સંબંધી એલર્જી) અને અન્ય.
 |
ગર્ભાવસ્થા દરમ્યાન અસ્થમા: |
સર્વપ્રથમ, જો તમે ગર્ભધારણ કરવા માંગો છો, તો અસ્થમા તમને ગર્ભવતી થવાથી રોકશે નહીં. બીજું, જો તમે ગર્ભવતી છો અને અસ્થમા છે, તો તમને સામાન્ય સુરક્ષિત પ્રસવ થઈ શકે છે. આ મહત્વપૂર્ણ છે કે નિયમિત દવાથી તમારો અસ્થમા નિયમિત રહેવો જોઈએ અને તે કે તમે અન્ય ગર્ભવતી સ્ત્રીની જેમ સામાન્ય સાવધાની રાખે – તમારા ડૉક્ટર તમને શ્રેષ્ઠ સલાહ આપશે. કેટલાક કેસમાં, અને જો તમે નિયમિત રૂપે દવા નથી લેતા, તો અસ્થમાના લક્ષણો વધુ બગડી શકે છે. શ્વાસ દ્વારા લેવામાં આવતી દવાના ઉપયોગે એ સાબિત કર્યું છે કે તેનાથી ભ્રૂણને કોઈ જોખમ નથી.
 |
સ્તનપાન કરાવતી માતામાં અસ્થમા: |
જો તમને અસ્થમા છે અને તમારા બાળકને સ્તનપાન કરાવવા માંગો છો, તો જરૂર કરાવો. અસ્થમા સંક્રામક રોગ નથી. જો તમે પહેલેથી જે ઇન્હેલેશન થેરેપીનો ઉપયોગ કરો છો, તો અસ્થમાની દવાનું નહીંવત્ પ્રમાણ સ્તનનાં દૂધમાં પ્રવેશે છે. હકીકતમાં, ઇન્હેલેશન થેરેપીનો ઉપયોગ કરતી વિશ્વની તમામ સ્તનપાન કરાવતી માતાઓ કોઈપણ આડઅસર વિના તેમના બાળકોને સ્તનપાન કરાવે છે. નોંધવા જેવી બીજી વાત એ છે, કે શ્વાસ દ્વારા લેવામાં આવતી દવાઓ એટલી સુરક્ષિત છે કે, તેને ગર્ભાવસ્થામાં સુરક્ષિત રૂપે લઈ શકાય છે.
 |
અસ્થમા અને તમારું કામ: |
જો તમારો અસ્થમા નિયંત્રણમાં છે, તો તમારે કામ પર રજા લેવાની કે આર્થિક નુકસાન ભોગવવાની જરૂર નથી. જો કે, જ્વેલરી વ્યવસાય, છાપકામ, જંતુનાશક દવા, ખાણ, પેઇંટિંગ અને પ્લાસ્ટિક ઉદ્યોગોમાં કામ કરતા લોકો, શેફ્સ અન બૅકર્સ, સોલ્ડર્સ અને ધાતુની પ્લેટ બનાવનારા, ફૉમ વર્કર્સ અને સ્પ્રે પેઇન્ટર્સ, હેર ડ્રેસર્સ અને સુથાર એ બધામાં અસ્થમા થવાની સંભાવના વધુ હોય છે. કદાચ અમુક ચોક્કસ રસાયણોની ગંધ અથવા હવામાંના ધૂળના કણોનો પ્રભાવ છે, જે ફેફસાંમાંના ઇરિટેશનનું કારણ હોઈ શકે છે. આ બધા
ટ્રિગર્સ કહેવાય છે.
તમે તમારા ટ્રિગરને જાણો તે મહત્વપૂર્ણ છે, યોગ્ય સાવધાની રાખો, તમારી કંટ્રોલર યોગ્ય અને નિયમિત રીતે લો અને તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો જે તમારા માટે સૌથી શ્રેષ્ઠ રહેશે.
 |
અસ્થમા અને યાત્રા: |
અસ્થમા તમારા કાર્ય અથવા યાત્રાના માર્ગમાં અવરોધ બનતો નથી. જો તમારા કામ માટે વારંવાર યાત્રા કરવું આવશ્યક છે, તો તમારા ડૉક્ટરની દવાની ચીટ્ઠીની એક કૉપિ, લેખિત નિર્દેષો અને તમારા કટોકટીના સંપર્ક નંબરોને તમારી સાથે રાખો. અને સૌથી મહત્વપૂર્ણ, તમારી કંટ્રોલર અને રિલીવર (તુરંત આરામ પહોંચાડનાર દવા) બન્ને પૂરતી માત્રામાં પાસે રાખ્યા વિના ક્યારે પણ યાત્રા કરવી નહીં. જેમ કે તમે જાણો છો, તમારી કંટ્રોલર નિયમિત રૂપે લેવી જોઈએ. હકીકતમાં, અમારી સલાહ છે કે તમે એક વધારાનું રિલીવર હંમેશા હાથવગું રાખો. મુસાફરી કરતા પહેલા હવામાનની સ્થિતિ તપાસી લો અને ઉચિત કપડા સાથે રાખીને હવામાન ફેરફાર માટે તૈયાર રહો.
વધુ જાણો...
 |
અસ્થમા અને રમતો: |
અસ્થમા રમતોમાં કે જીવનમાં વિજયી થવામાં બાધક નથી. ચોટીના ક્રિકેટરોને અસ્થમા છે, બાસ્કેટબૉલ ખેલાડીને અસ્થમા છે, તરવૈયા અને દોડમાં ભાગ લેનારાઓને પણ અસ્થમા છે અને તેઓએ ઑલમ્પિક
સ્વર્ણ ચંદ્રકો જીત્યાં છે.
જો તમને અસ્થમા છે અને તે સારી રીતે નિયંત્રિત છે, તો બધી કસરતો કરી શકો છો અને રમતોની પ્રવૃત્તિમાં સક્રિયતાથી ભાગ લઈ શકો છો. તેમ છતાં આ મહત્વપૂર્ણ છે કે તમે ડૉક્ટરે બતાવેલી કંટ્રોલર દવા નિયમિત રૂપે લે. કેટલાક અસ્થમાના દર્દીઓને કસરત કરતા પહેલા રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા)/ રેસ્ક્યુઅર્સ (બચાવની દવા)નો ઉપયોગ કરવાથી લાભ થાય છે. એટલા માટે તમારી રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) હંમેશા સાથે રાખો. વધારાની દવાને તમારી સાથે રાખવાનું ભૂલશો નહીં. તમારી ટીમના સદસ્ય, તમારા મિત્ર, તમારા જિમ ઇન્સ્ટ્રક્ટર અથવા તમારા કોચને એ બતાવવાનું ભૂલશો નહીં કે તમને હુમલો થવાની સ્થિતિમાં તેમણે શું કરવું જોઈએ.
અસ્થમા માટે શ્રેષ્ઠ વ્યાયામ યોગ અને તરવું અને સ્પ્રિંટિગ (થોડા અંતરની પુરજોશની દોડ) જેવી રમતો છે, કેમકે તેમાં સતત દોડવું પડતું નથી અને તમને વચ્ચે-વચ્ચે આરામ કરવા માટે સમય મળે છે. જો તમે વ્યાયામ અને રમતો પ્રત્યે શિસ્ત છો, તો કૃપા કરીને નિયમિત રૂપે તમારા ડૉક્ટરની સલાહ લો.
 |
અસ્થમા અને એલર્જિક રાહિનિટિસ (નાક સંબંધી એલર્જી): |
અસ્થમા અને એલર્જિક રાહિનિટિસ (નાક સંબંધી એલર્જી)નો ઊંડો સંબંધ છે. એલર્જિક રાહિનિટિસ (નાક સંબંધી એલર્જી) વાળા દર્દીઓને છીંક આવવા અને નાક વહેવાની સાથે શરદીની ફરિયાદ વારંવાર રહેતી હોય છે. લગભગ 70% દર્દીઓ કે જેને અસ્થમા છે તેને એલર્જિક રાહિનિટિસ (નાક સંબંધી એલર્જી) પણ હોય છે કારણ કે નાક શ્વસન માર્ગનો એક વિસ્તાર છે. સામાન્ય રીતે, નાક પહેલા અને ફેફસાં પચી પ્રભાવિત થાય છે. આ રીતે અસ્થમાને સારી રીતે નિયંત્રણમાં રાખવા માટે એલર્જીક રાહિનિટિસનું નિદાન અને સારવાર કરવી એ મહત્વપૂર્ણ છે.
એલર્જીક રાહિનિટિસ તે એવા લક્ષણોનો સંગ્રહ છે જે ત્યારે દેખાય છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવી જગ્યાએ શ્વાસ લે છે જેની તેને એલર્જી હોય, જેમ કે ધૂળ, પાળતુ પ્રાણીઓ અથવા પરાગકણ.
લક્ષણો આ પ્રકારે છે:
• વહેતુ નાક (નાકમાંથી સતત વહેતો પાણી જેવો પદાર્થ)
• છીંક આવવી
• નાક બંધ થઈ જવું
• નાકમાં ખંજવાળ (નાક, આંખ અથવા ચહેરા પર ખંજવાળ છૂટવી)
આ લક્ષણો વર્ષમાં કોઈ વિશિષ્ટ મૌસમ દરમિયાન ઉદ્ભવી શકે છે. આને સીઝનલ એલર્જિક રાહિનિટિસ (SAR) કહેવાય છે. જો તે આખા વર્ષ સુધી થાય છે, તો તેને પેરેનિયલ એલર્જિક રાહિનિટિસ (PAR) કહેવામાં આવે છે.
આ મહત્વપૂર્ણ છે કે તમે તમારા એલર્જિક રાહિનિટિસને ગંભીરતાપૂર્વક લે કારણ કે જો સમય પર તેનો ઉપચાર કરવામાં ન આવે, તો અસ્થમા વધુ ગંભીર થઈ શકે છે અને અન્ય મુશ્કેલીઓ જેવી કે કાનમાં ચેપ, સાઇનુસાઇટિસ થઈ શકે છે….યોગ્ય ઉપચાર લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લો.