Home
  Breathe Free
આ ઉધરસ છે કે અસ્થમા?
સારવાર અને નિયંત્રણ
વારંવાર પૂછાતા પ્રશ્નો

માન્યતા અને સત્ય હકીકત

ઘણા રોગની જેમ, અસ્થમા વિશે ઘણી ભ્રાંતિઓ, અફવા, માન્યતા અને ખોટી માહિતીઓ છે. ઘણા લોકો માને છે કે અસ્થમા સંક્રમિત રોગ છે. અન્ય લોકો માને છે કે અસ્થમા એ માનસિક રોગ છે અને તે ફક્ત મનનો ભ્રમ છે. કેટલાક લોકો એ પણ માને છે કે અસ્થમા ગંભીર રોગ નથી અને તેનાથી કોઈનું મૃત્યુ થઈ શકતું નથી. અહીં અમે તબીબી અભ્યાસ અને વૈજ્ઞાનિક શોધના આધારે અસ્થમા વિશે ફેલાયેલી ભ્રાંતિઓને દૂર કરીશું.

માન્યતા

ઇન્હેલર્સનો નિયમિત ઉપયોગ આદત અને વ્યસન બની શકે છે.
મોઢા વાટે લેવાતી દવા જેમ કે દવા અને સિરપ ઇન્હેલેશન થેરેપી કરતાં વધુ સારી છે.
ઇન્હેલર્સ ગોળીઓ/સિરપ કરતાં વધુ મોંઘા છે
અસ્થમામાં શ્વાસ દ્વારા લેવાતી દવાઓ/ઇન્હેલર્સમાં સ્ટેરૉઇડ્સ હોય છે અને તેથી તેનો ઉપયોગ ફક્ત ગંભીર અસ્થમા માટે જ કરવો જોઈએ.
અસ્થમા આવતો-જતો રહે છે. તે હંમેશાં રહેતો નથી.
અસ્થમા ઠીક થઈ શકે છે.
જો તમને અસ્થમા છે, તો તમે સામાન્ય જીવન જીવી શકતાં નથી
તમને અસ્થમા હોવા પર તમે વ્યાયામ કરી તેમજ રમી શકતાં નથી.
પૂરક અને વૈકલ્પિક સારવાર મારા અસ્થમાને નિયંત્રણમાં રાખવામાં મારી મદદ કરશે.
અસ્થમા એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થાય છે.
સગર્ભા સ્ત્રીએ અસ્થમા ઇન્હેલર્સ ન લેવા જોઈએ
પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) મોંઘું અને ઉપયોગમાં મુશ્કેલ છે.
જો કોઈના માતા-પિતાને અસ્થમા નથી તો તેને અસ્થમા થઈ શકતો નથી.
તમે મોટા થઈ જાઓ છો તો તમને અસ્થમાથી છૂટકારો મળી જાય છે અથવા સારો થઈ જાય છે.
તમને અસ્થમા ફક્ત ત્યારે જ છે જ્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
અસ્થમાનો હુમલો અચાનક જ થાય છે અને ખૂબ જ ઝડપથી ગંભીર રોગનું રૂપ લઈ લે છે.
શ્વાસ દ્વારા લેવાતાં સ્ટેરૉઇડ્સ ફક્ત એવા વયસ્ક દર્દીઓ માટે જ છે જેમને ગંભીર અસ્થમા છે અને આ બાળકો માટે નથી.
અસ્થમાના લક્ષણ બધા માટે એક સરખા જ હોય છે.
અસ્થમાથી કોઈનું મૃત્યુ થઈ શકતું નથી



માન્યતા:

ઇન્હેલર્સનો નિયમિત ઉપયોગ આદત અને વ્યસન બની શકે છે.

હકીકત:
નહીં, ઇન્હેલર્સ આદત બનતા નથી. કેમકે તમારે તમારી ઇન્હેલર દવાઓ દરરોજ લેવાની હોય છે, તેથી તેનો અર્થ કે નથી કે તે વ્યસનકારી છે. શું તમે દાંતોમાં રોજે બ્રશ કરવાને આદત પાડનારું માનો છો? અથવા દૂધ પીવાને? અથવા રોજે નહાવાને? ઠીક એ જ રીતે, તમારા અસ્થમા માટે ઇન્હેલર્સનો ઉપયોગ કરવો એ એક સારી આદત છે જે અસ્થમા પર સારું નિયંત્રણ કરવામાં તમારી મદદ કરશે. આ પ્રકારે આનો વ્યસન હોવો એક સારી ટેવ છે.

See how Shivangi's mother believes that Inhalation therapy has no side effects.

જો કે, જો તમે તમને લાગે છે કે તમે તમારી રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) કેટલીક વધુ દવા જ લઈ રહ્યાં છો, તો એનો અર્થ છે કે તમે તમારી કંટ્રોલર દવા ઠીકથી લઈ રહ્યાં નથી. સૌથી સારું એ છે કે તમે તમારા ડૉક્ટરથી મળો અને તે જ તમને સાચી સલાહ આપશે.


માન્યતા:
મોઢા વાટે લેવાતી દવા જેમ કે દવા અને સિરપ ઇન્હેલેશન થેરેપી કરતાં વધુ સારી છે.

હકીકત:
નહીં, મોઢા વાટે લેવાતી દવા ઇન્હેલેશન થેરેપી કરતાં વધુ સારા નથી અને તેને સાબિત કરવા માટે પૂરતા પૂરાવા છે. મોટાભાગના દેશોમાં, ઇન્હેલેશન થેરેપીએ સફળતાપૂર્વક ઓરલ (ગોળી અને સિરપ) થેરેપીનું સ્થાન લઈ લીધું છે કારણ કે તે અસ્થમાને નિયંત્રિત કરવા માટેની સૌથી પ્રભાવી, સુરક્ષિત અને ઓછી ખર્ચાળ રીત છે.

ભારતમાં ઘણા દર્દીઓ હજી પણ મોઢા વાટે દવાઓ લેવામાં વિશ્વાસ કરે છે, એટલે કે મોઢા વાટે દવા લેવી એ જ કોઈપણ રોગના સારવારની સાચી અને પ્રમાણિત રીત છે. જો કે વૈજ્ઞાનિક અભ્યાસ બતાવે છે કે અસ્થમાની દવાઓ લેવાની શ્રેષ્ઠ રીત શ્વાસ દ્વારા દવા લેવી (ઇન્હેલેશન) જ છે. ઓરલ (ગોળી અને સિરપ) થેરેપી, એટલે કે જેમાં ગોળીઓ અને સિરપ મોઢા વાટે લેવાની હોય છે, તેની અસર થવામાં સમય લાગે છે કારણ કે દવાઓને પેટથી લોહીમાં અને છેલ્લે લોહીથી ફેફસાં સુધી પહોંચવાનું હોય છે. જ્યારે કે ઇન્હેલેશન થેરેપી ઝડપી છે કારણ કે દવા સીધી જ તે સ્થાને એટલે કે, ફેફસાંમાં પહોંચી જાય છે.

જે રીતે તમે આંખોમાં ચેપ લાગવા પર આંખના ટીપા નાંખો છો અથવા ત્વચામાં ઘા થવા પર મલમ લગાવો છો, તેવી જ રીતે ઇન્હેલેશન થેરેપી એક ટૂંકો માર્ગ છે જે સીધા જ તમારા ફેફસાંમાં પહોંચે છે અને સમસ્યાને ઠીક કરે છે.

તે ઉપરાંત, ઓરલ (ગોળી અને સિરપ) થેરેપીમાં તમને મિલિગ્રામમાં એક મોટા ડોઝ (ઇન્હેલેશન થેરેપી કરતાં લગભગ 40 ગણી વધારે) ની જરૂર હોય છે, જેનો અર્થ છે વધુ આડઅસર. ઇન્હેલેશન થેરેપીમાં, દવા માઇક્રોગ્રામમાં હોય છે અને કેમકે શરીરના કોઈપણ અન્ય ભાગમાં ખૂબ જ ઓછી દવા પહોંચતી હોઈ તમને ખૂબ જ ઓછી આડઅસર થાય છે.


માન્યતા:
ઇન્હેલર્સ ગોળીઓ/સિરપ કરતાં વધુ મોંઘા છે

હકીકત:
નહીં, ઇન્હેલેશન થેરેપી ગોળીઓ અને સિરપ કરતાં મોંઘી નથી. હકીકતમાં, ઇન્હેલર્સનો દૈનિક ખર્ચ ગોળી/સિરપ કરતાં ખરેખર વધુ ઓછી-લાગતવાળો હોય છે. ભારતમાં, ઇન્હેલર્સની વિશેષ કિંમત નક્કી કરવામાં આવી છે જેથી કોઈપણ તેને ખરીદી શકે અને દૈનિક ખર્ચ માત્ર કેટલાક રૂપિયા જ આવે. કેટલીક મોઢા વાટે લેવાતી દવાઓનો ખર્ચ ઇન્હેલર્સ કરતાં વધારે હોય છે. તે ઉપરાંત, ગોળીઓથી થતું નુકસાન પણ ખરેખર તમાર આરોગ્ય માટે લાંબા ગાળે ખૂબ મોંઘું પડે છે.


માન્યતા:
અસ્થમામાં શ્વાસ દ્વારા લેવાતી દવાઓ/ઇન્હેલર્સમાં સ્ટેરૉઇડ્સ હોય છે અને તેથી તેનો ઉપયોગ ફક્ત ગંભીર અસ્થમા માટે જ કરવો જોઈએ.

હકીકત:
શ્વાસ દ્વારા લેવાતી દવાઓ ફક્ત ગંભીર અસ્થમા રોગીઓ માટે જ નથી. અસ્થમા એ ફેફસાંની બળતરા (સોજા)ની સ્થિતિ છે. ફેફસાંની બળતરા માટે સૌથી સારી સારવાર સ્ટેરૉઇડ્સ છે અને તેને લેવાની સૌથી અસરકારક રીત છે ઇન્હેલેશન થેરેપી. જ્યારે તમે ઇન્હેલેશન થેરેપી લો છો, ત્યારે સ્ટેરૉઇડ દવા સીધી જ ફેફસાંમાં જાય છે અને તેના સૌથી ઓછી આડઅસર હોય છે. ઇન્હેલર્સ ફક્ત તે લોકો માટે જ નથી જેમને ગંભીર અસ્થમા છે. તે સામાન્ય અસ્થમા થયો હોય તેવા લોકોને પણ આપવામાં આવે છે.

જુઓ કે વાલીઓને આ સંબંધમાં કેવી રીતે ખાતરી થાય છે કે શ્વાસ દ્વારા દવા લેવાથી ઓછામાં ઓછી આડઅસર થાય છે

જ્યારે સ્ટેરૉઇડ્સને ગોળીઓના રૂપમાં લેવામાં આવે છે, ત્યારે ડોઝ ખૂબ વધારે હોય છે (એક સ્ટેરૉઇડ ગોળી કોઈ માનક સ્ટેરૉઇડ ઇન્હેલર (શ્વાસ દ્વારા લેવામાં આવતી દવા) કરતાં 40 ગણા સુધી વધારે ડોઝ આપે છે) અને તેનો મહત્તમ ભાગ ફક્ત તમારા ફેફસાંમાં જ નથી, પણ શરીરના શેષ ભાગમાં પણ પહોંચે છે. સ્ટેરૉઇડ ગોળીઓને લાંબા સમય સુધી નિયમિત રૂપે લેવાથી ગંભીર આડઅસર થઈ શકે છે જેમ કે હાડકાં નબળા થવા (ઑસ્ટિયોપોરોસિસ), વજન વધવું, જલ્દી થાકી જવું, ડાયાબિટીઝ, મોતિયો, છાતીમાં બળતરા અને અપચો. તેના કારણે તમને ઉદાસી (ડિપ્રેશન) અથવા મનસ્થિતિ બદલવી (મૂડ સ્વિંગ્સ) અથવા ચહેરા પર ચરબી (મૂન ફેસ) પણ થઈ શકે છે.

તમારા કંટ્રોલરમાં રહેલું સ્ટેરૉઇડ સામાન્ય રીતે કૉર્ટિકોસ્ટેરૉઇડ હોય છે, પણ તે સુરક્ષિત હોય છે. કૉર્ટિકોસ્ટેરૉઇડ્સ એવા સ્ટેરૉઇડ્સની કૉપિ છે તે આપણા શરીરમાં કુદરતી રૂપે બને છે. તેથી તે અસ્થમા માટેની ખૂબ સુરક્ષિત અને અસરકારક સારવાર છે. તમારે એ સમજવું પણ જરૂરી છે કે આ તે સ્ટેરૉઇડ્સ નથી કે જેનો દુરુપયોગ કેટલાક એથલીટ્સ અને બૉડી બિલ્ડર્સ દ્વારા કરવામાં આવે છે. જો કે, બધા ઇન્હેલર્સમાં સ્ટેરૉઇડ હોતો નથી, કેટલાકમાં તરત રાહત આપતી દવા હોય છે.

તમારી સ્થિતિને આધારે, તમારા ડૉક્ટર ક્યારેક તમને સ્ટેરૉઇડ ગોળીઓ લેવાની સલાહ આપી શકે છે. જો તે ટૂંકા ગાળા માટે લેવામાં આવે, તો તેની કોઈ ખરાબ અસર થશે નહીં.


માન્યતા:
અસ્થમા આવતો-જતો રહે છે. તે હંમેશાં રહેતો નથી.

હકીકત:
અસ્થમાના લક્ષણ જેમ કે છાતીમાં અકળામણ, શ્વાસ ચઢવાની સ્થિતિ, ઉધરસ અને છાતીમાં સસણી બોલવી ઓછી કે વધુ થઈ શકે છે પણ અસ્થમા તો હંમેશાં જ રહે છે. એક સામાન્ય ગેરસમજ છે કે થાય છે અને સારો થઈ જાય છે અને તે કે વ્યક્તિને દવાઓ ત્યારે જ લેવી જોઈએ જ્યારે તેનામાં તેના લક્ષણ જણાય.

કેમકે ક્રૉનિક (લાંબા વખતથી ચાલતી) બીમારી છે, તેથી તમારે તમારી દવા નિયમિત રૂપે લેવી જોઈએ.

અસ્થમાનું મૂળ કારણ છે ફેફસાંની વાયુનલિકાઓમાં થતો સોજો, જો તમે એ વિચારીને દવાઓ લેવાનું બંધ કરી દો છો કે તમારા લક્ષણ હાજર નથી, તો તમે સ્વયંને ખૂબ જ નુકસાન પહોંચાડશો અને જ્યારે તમને હુમલો થશે, તો તમને સામાન્ય સ્થિતિમાં આવવામાં વધુ સમય લાગશે.



માન્યતા:
અસ્થમા ઠીક થઈ શકે છે.

હકીકત:
ભલેને તબીબી વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી લીધી, પણ દુર્ભાગ્યે અસ્થમાની કોઈ દવા નથી. હોમ્યોપેથી અથવા આયુર્વેદ અથવા ફિશ થેરેપી અથવા યોગ પણ અસ્થમાને ઠીક કરી શકતાં નથી.

See how mothers around India moved to inhalation after trying out various alternative medicines.

જો કે એલોપેથી (અંગ્રેજી દવા)માં, તેની સારવાર કરી શકાય છે જેનાથી તે એકદમ નિયંત્રણમાં રહે. એવા ઘણા સફળ લોકો જેમ કે ફિલ્મી કલાકાર, ખેલાડી અને પ્રોફેશનલ છે જેમને અસ્થમા છે પણ તેમણે તેમના લક્ષ્યોને મેળવવા માટે આને ક્યારેય અડચણ બનવા દીધો નથી. તેથી જો તમને અસ્થમા છે, તો તેનાથી હાર માનશો નહીં. નિયમિત સારવારથી અસ્થમાને પૂર્ણ રૂપે નિયંત્રિત કરવું શક્ય છે. એ યાદ રાખો કે માત્ર એટલે જ કે તમારામાં અસ્થમાના ઘણા બધા લક્ષણ દેખાઈ રહ્યાં નથી એટલે એનો અર્થ એ નથી કે તમારો અસ્થમા ઠીક થઈ ગયો છે.


માન્યતા:
જો તમને અસ્થમા છે, તો તમે સામાન્ય જીવન જીવી શકતાં નથી

હકીકત:
તમને અસ્થમા હોવા છતાંએ તમે સક્રિય અને સ્વસ્થ જીવન જીવી શકો છો. જો તમને અથવા તમારા બાળકને અસ્થમા છે, તો તમે નિશ્ચિંત રહો કે બની શકે તેટલું સામાન્ય જીવન જીવી શકશો. જો તમે અને તમારું બાળક તમારા ડૉક્ટરની સલાહ માને છે, અસ્થમા વિશે સ્વયં જાણવાનો પ્રયાસ કરો છો, ડૉક્ટરના જણાવ્યાં મુજબ તમારી શ્વાસ વાટે લેવાતી દવાઓને ઠીકથી લો છો અને તમારા ટ્રિગર્સથી બચો છો, તો એવું કોઈ જ કારણ નથી કે જેનાથી અસ્થમા તમારા સપના, તમારા જીવનના માર્ગમાં અડચણ બની શકે. કેટલાક સફળ પુરુષ અને સ્ત્રીઓ - ફિલ્મી કલાકાર, રાજકારણીઓ, વ્યાપારીઓ, ડૉક્ટર્સ, ક્રિકેટ ખેલાડીઓ અને ઑલમ્પિક સ્વર્ણ ચંદ્રક વિજેતાઓ પણ સામેલ છે અને તેઓ હજી પણ સામાન્ય, સક્રિય જીવન જીવી રહ્યાં છે.


માન્યતા:
તમને અસ્થમા હોવા પર તમે વ્યાયામ કરી તેમજ રમી શકતાં નથી.

હકીકત:
તમને અસ્થમા હોવા છતાંએ તમે વ્યાયામ કરી અને રમી શકો છો, પણ તમારે તમારી દવા નિયમિત રૂપે લેવી જોઈએ. તરવું એ અસ્થમા માટે સારું છે. બીજી બાજુ, શુષ્ક, ઠંડા પવનમાં વ્યાયામ કરવું એ કેટલાક લોકો માટે ટ્રિગર થઈ શકે છે. એ મહત્વપૂર્ણ છે કે તમે તમારા ડૉક્ટરે બતાવ્યાં મુજબ તમારી કંટ્રોલર દવા નિયમિત રૂપે લો. કેટલાક અસ્થમા રોગીઓને વ્યાયામ કરતાં પહેલાં રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) નો ઉપયોગ કરવાથી લાભ થાય છે. તેથી તમારી રિલીવર (તુરંત આરામ પહોંચાડનારી દવા) ને હંમેશાં તમારી સાથે રાખો. વધારાની દવાને તમારી સાથે રાખવાનું ભૂલશો નહીં. તમારી ટીમના સદસ્ય, તમારા મિત્ર, તમારા જિમ ઇન્સ્ટ્રક્ટર અથવા તમારા કોચને એ બતાવવાનું ભૂલશો નહીં કે તમને હુમલો થવાની સ્થિતિમાં તેમણે શું કરવું જોઈએ.

અસ્થમા માટે શ્રેષ્ઠ વ્યાયામ યોગ અને તરવું અને સ્પ્રિંટિગ (થોડા અંતરની પુરજોશની દોડ) જેવી રમતો છે, કેમકે તેમાં સતત દોડવું પડતું નથી અને તમને વચ્ચે-વચ્ચે આરામ કરવા માટે સમય મળે છે. જો તમે કસરત અને રમતો પ્રત્યે શિસ્ત છો, તો નિયમિત રૂપે તમારા ડૉક્ટરની સલાહ લો.

તમારા સપનોમાં અસ્થમાને અડચણ ન બનવા દો. તે રમતોમાં કે જીવનમાં વિજયી થવામાં બાધક નથી. ટોચના ક્રિકેટ ખેલાડીઓ અને તરવૈયાઓને અસ્થમા હોય છે અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઘણા ઑલમ્પિક સ્વર્ણ ચંદ્રક વિજેતાઓને પણ અસ્થમા છે.


માન્યતા:
પૂરક અને વૈકલ્પિક સારવાર મારા અસ્થમાને નિયંત્રણમાં રાખવામાં મારી મદદ કરશે.

હકીકત:
હોમ્યોપેથી, આયુર્વેદ, હર્બલ થેરેપી, એક્યુપંચર અને ફિશ થેરપી જેવી પૂરક/ વૈકલ્પિક સારવારથી અસ્થમાને નિયંત્રિત કરવાથી તમને કોઈ ફાયદો થશે નહીં. તેમની અસરકારતાને સાબિત કરે એવો કોઈ ડેટા નથી. સંશોધન બતાવે છે કે આ સારવાર અસ્થમાના નિયંત્રણમાં મદદરૂપ સાબિત થઈ નથી. તે ઉપરાંત, સુરક્ષા સંબંધી માહિતીના અભાવે આમાં દર્દીઓ માટે આડઅસરના સંબંધમાં કેટલાક જોખમ રહે છે.

કૃપા કરીને નોંધો કે અસ્થમાના હુમલામાં પૂરક દવાઓ મદદ કરી શકતી નથી. તે શ્વાસ દ્વારા લેવાતી તમારી દવાઓની સારવારનું સ્થાન લેતી નથી. તેથી તમારી મુખ્ય દવાઓને છોડશો નહીં, પછી ભલેને તમે આમાંથી એક સારવારને અજમાવવાનો નિર્ણય લો. પહેલા તમારા ડૉક્ટરની સાથે પૂરક સારવારની ચર્ચા કરો અને તેને લેતાં પહેલાં તેની સલાહ લો.

જુઓ કે કઈ રીતે અસ્થમા પીડિત બાળકોના વાલીઓએ વૈકલ્પિક દવાઓને અજમાવવાના નિષ્ફળ પ્રયાસ પછી શ્વાસ દ્વારા લેવાતી દવાઓને અપનાવી.



માન્યતા:
અસ્થમા એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થાય છે.

હકીકત:
અસ્થમા ચેપી રોગ નથી. તમને કોઈ બીજી વ્યક્તિથી અસ્થમા થઈ શકતો નથી અને ઘરમાં કે ઑફિસમાં કોઈ બીજાને આનો ચેપ લાગી શકતો નથી.


માન્યતા:
સગર્ભા સ્ત્રીએ અસ્થમા ઇન્હેલર્સ ન લેવા જોઈએ

હકીકત:
જો એક બાળક અસ્થમા ઇન્હેલર લઈ શકે છે, તો સગર્ભા સ્ત્રી પણ લઈ શકે છે. હકીકતમાં, એ મહત્વપૂર્ણ છે કે સગર્ભા સ્ત્રી નિયમિત રૂપથી અસ્થમા ઇન્હેલરનો ઉપયોગ કરતી રહે જેથી તેનું બાળક સ્વસ્થ જન્મે તેવી સંભાવના રહે. આજે ઇન્હેલર્સ ખૂબ જ સુરક્ષિત છે, એટલે સુધી કે સ્તનપાન કરાવતી માતા પણ બાળકને કોઈ હાનિ પહોંચાડ્યા વિના ઇન્હેલર લઈ શકે છે. કેમકે શ્વાસ દ્વારા લેવાતી દવાઓનો ડોઝ ગોળીઓની તુલનામાં 40 ગણો ઓછો હોય છે.



માન્યતા:
પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) મોંઘું અને ઉપયોગમાં મુશ્કેલ છે.

હકીકત:
ઠીક જેમ તમારી પાસે બ્લડ પ્રેશરની તપાસ માટે BP રીડિંગ મશીન અને ડાયાબિટીઝની તપાસ માટે ગ્લુકોમીટર છે, તે જ રીતે અસ્થમા માટેના થર્મોમીટર તરીકે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) હોય છે. તે એક નાનું ઉપકરણ છે જે પરવડવા યોગ્ય, યુઝર ફ્રેંડલી, ઉપયોગ અને જાળવણીમાં સહેલું હોય છે. તમને તમારા અસ્થમાને નિયંત્રણમાં રાખવા, તેના વિશે અનુમાન લગાવવા અને અસ્થમાના હુમલાને અટકાવવા માટે તેનો અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમને અસ્થમા છે અને પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) થી તમારા ફેફસાંના કાર્યની તપાસ કરવા દરમ્યાન રીડિંગમાં ઘટાડો દેખાય છે, તો એનો અર્થ એ છે કે તમારો અસ્થમા નિયંત્રણમાં નથી અને તમને નિકટ ભવિષ્યમાં અથવા કેટલાક દિવસમાં અસ્થમાનો હુમલો થઈ શકે છે. આ ડોઝ અથવા દવાનું પ્રમાણ વધારવાની ચેતવણી છે. જ્યારે પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) નું રીડિંગ સામાન્ય હોય, તો તે સૂચવે છે કે તમારો અસ્થમા નિયંત્રણમાં છે.


માન્યતા:
જો કોઈના માતા-પિતાને અસ્થમા નથી તો તેને અસ્થમા થઈ શકતો નથી.

હકીકત:
જો કુટુંબમાં કોઈને પહેલાંથી એલર્જી થયેલી હોય તો તમને પણ અસ્થમા થઈ શકે છે, જેમ કે માત્ર માતા-પિતા જ નહીં પણ ભાઈ-બહેન, દાદા-દાદી, કાકા-કાકી અને અન્ય કોઈને પણ. સાથે જ ટ્રિગર્સ પણ તમારા અસ્થમાના હુમલાનું કારણ બની શકે છે.


માન્યતા:
તમે મોટા થઈ જાઓ છો તો તમને અસ્થમાથી છૂટકારો મળી જાય છે અથવા સારો થઈ જાય છે.

હકીકત:
અસ્થમા એ જીવનભર રહેનારી સ્થિતિ છે. કોઈ બાળકનો અસ્થમા સમય જતાં વધુ સારો અથવા ખરાબ થઈ શકે છે અને કેટલાક ખૂબ નાના બાળકોનો અસ્થમા તેમના મોટા થવા પર વધુ સારો થઈ શકે છે (અને તેમના ફેફસાંએ), પણ મોટાભાગના લોકોમાં અસ્થમા જીવનભર રહે છે.


માન્યતા:
તમને અસ્થમા ફક્ત ત્યારે જ છે જ્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

હકીકત:
અસ્થમા પીડિત લોકોને અસ્થમા હંમેશાં જ રહે છે. તે એક ક્રૉનિક (લાંબા ગાળાની) સ્થિતિ છે અને વાયુનલિકામાં બળતરા (સોજો) હંમેશાં રહી શકે છે, હા, પછી ભલેને તમારા ઘણા બધા લક્ષણ દેખાઈ ન રહ્યાં હોય. તે ઉપરાંત, એવા અનેક તબીબી પૂરાવા મળી રહ્યાં છે કે જે વાયુનલિકાઓમાંના સોજાની સારવાર ન કરવા પર આનાથી તમારા ફેફસાંની શક્તિને સ્થાયી નુકસાન થઈ શકે છે. તમારી દૈનિક કંટ્રોલર દવાઓને લઈ અને અસ્થમા ટ્રિગર્સ થી બચીને તમારા અસ્થમાને નિયંત્રણમાં રાખવું મહત્વપૂર્ણ છે.


માન્યતા:
અસ્થમાનો હુમલો અચાનક જ થાય છે અને ખૂબ જ ઝડપથી ગંભીર રોગનું રૂપ લઈ લે છે.

હકીકત:
મોટાભાગના અસ્થમા હુમલા ધીમે-ધીમે વધે છે – આનાથી વ્યક્તિને એક અથવા વધુ દિવસ સુધી અસામાન્ય અનુભવ થાય છે, ઉદાહરણ તરીકે, હુમલો થતાં પહેલાં થોડો શ્વાસ ચઢવો અથવા છાતીમાં સસણી બોલવી. તેથી છાતીમાં બળતરા થવા પર ગંભીરતાથી ધ્યાન આપો, તમારા લક્ષણો (છાતીમાં અકળામણ, શ્વાસ ચઢવાની સ્થિતિ, ઉધરસ અને છાતીમાં સસણી બોલવી) ને ઓળખવાનું શીખો, જો જરૂર લાગે તો તમારા અસ્થમાની દૈનિક ડાયરી રાખો અને તમારા ટ્રિગર્સ ના સંપર્કમાં આવવાથી બચો.

એ પણ જરૂરી છે તમે અસ્થમાના હુમલાનું અનુમાન કરવા અને તેનાથી બચાવમાં મદદ માટે સામાન્ય હેન્ડહેલ્ડ પીક ફ્લો મીટર (બ્રીધોમીટર) નો ઉપયોગ કરો. કૃપા કરીને એ યાદ રાખો કે માત્ર એટલે જ કે તમારામાં અસ્થમાના ઘણા બધા લક્ષણ દેખાઈ રહ્યાં નથી એટલે એનો અર્થ એ નથી કે તમારો અસ્થમા ઠીક થઈ ગયો છે.


માન્યતા:
શ્વાસ દ્વારા લેવાતાં સ્ટેરૉઇડ્સ ફક્ત એવા વયસ્ક દર્દીઓ માટે જ છે જેમને ગંભીર અસ્થમા છે અને આ બાળકો માટે નથી.

હકીકત:
શ્વાસ દ્વારા લેવાતાં સ્ટેરૉઇડ્સને લેવાની સલાહ સ્થાયી અસ્થમાવાળા વયસ્ક દર્દીઓ અને બાળકોને કરવામાં આવે છે. શ્વાસ દ્વારા સ્ટેરૉઇડ્સનો ઉપયોગ મધ્યમ અને ગંભીર સ્થાયી અસ્થમાના રોગવાળા બાળકો માટે, પણ ઓછા પ્રમાણમાં કરવાની પણ ભલામણ કરવામાં આવે છે. તે ઉપરાંત, શ્વાસ દ્વારા લેવા પર, ડોઝ ગોળી અને સિરપથી લેવામાં આવનાર ડોઝની તુલનામાં 40 ગણો ઓછો હોય છે. અને આ રીતે તે એ ભાગ એટલે કે, ફેફસાંમાં પહોંચે છે જ્યાં તેની વધારે જરૂર હોય છે, તેની આડઅસર ઓછી છે અને નુકસાનકારક હોતો નથી.


માન્યતા:
અસ્થમાના લક્ષણ બધા માટે એક સરખા જ હોય છે.

હકીકત:
અસ્થમા દરેક વ્યક્તિને અલગ-અલગ રીતે પ્રભાવિત કરી શકે છે. એક વ્યક્તિને છાતીમાં સસણી બોલવી, છાતીમાં અકળામણ અને થાક જેવા અનેક લક્ષણ દેખાય, તો કોઈ બીજી વ્યક્તિમાં માત્ર ઉધરસના જ લક્ષણ દેખાય. તમને તમારા લક્ષણોને જાણવા જોઈએ જેથી તમને ઝડપથી મદદ મળી શકે.


માન્યતા:
અસ્થમાથી કોઈનું મૃત્યુ થઈ શકતું નથી

હકીકત:
દુર્ભાગ્યે, હા, અસ્થમાથી મૃત્યુ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) ના અપડેટ મુજબ, અસ્થમાને કારણે વિશ્વભરમાં લગભગ 2,50,000 લોકોની મૃત્યુ દર વર્ષે થાય છે.

જો પહેલી સ્થિતિમાં અસ્થમાનું નિદાન ન થયું હોય, તો મૃત્યુ થઈ શકે છે. અથવા જો હુમલો થવા પર દર્દીને રિલીવર (તુરંત રાહત પહોંચાડનારી દવા) આપવામાં ન આવે.

કોઈ દર્દીને મૃત્યુનું જોખમ છે કે નહીં, તે ઓળખવાની એક શ્રેષ્ઠ રીત છે એ જોવું કે શું તે દર્દી વધારે બ્રૉકોડિલેટર ઇન્હેલર લઈ રહ્યો છે (એક દિવસમાં દસ પફ કરતાં વધારે અથવા જેને દર મહિને બે કે વધારે ઇન્હેલરની જરૂર હોય છે), આનાથી એવું લાગે છે કે તેમનો અસ્થમા નિયંત્રણની બહાર છે. એવા વ્યક્તિને પણ જોખમ હોઈ શકે છે જેને નેબ્યુલાઇઝેશન માટે વારંવાર હોસ્પિટલ જવું પડે છે.

અસ્થમા બધા આયુ વર્ગના લોકો, જ્યાં તે એક બાજુ આ ઘાતક છે, તો બીજી બાજુ એ મોટાભાગના કિસ્સામાં નિયંત્રિત કરી શકાય છે. અસ્થમાથી થતા મોટાભાગના મૃત્યુ રોકી શકાય છે. તેથી કૃપા કરીને તમારા અથવા તમારા બાળકના અસ્થમાના પ્રબંધનને ગંભીરતાથી લો.