Home
  Breathe Free
આ ઉધરસ છે કે
અસ્થમા?
સારવાર અને
નિયંત્રણ
વારંવાર પૂછાતા
પ્રશ્નો
એલર્જિક
રાહિનિટિસ
COPD
 
બાળકોના ટ્રિગર્સ સામાન્ય પ્રશ્નો બાળકોના અનુભવ બાળકોના ઇન્હેલર્સ
 

બાળકોમાં અસ્થમા

Important Points to Remember

માતા-પિતા તરીકે તમે તમારા બાળક માટે આનંદમય, સ્વાસ્થ્યપૂર્ણ અને ચપળતાભર્યું બાળપણ ઇચ્છો છો. તમારા બાળકને જો અસ્થમા હોય, તેમ છતાં પણ તમે તેમ થવાની આશા રાખી શકો છો. એનું કારણ છે, કે અસ્થમા યોગ્ય સારવારથી સંપૂર્ણતઃ નિયંત્રિત કરી શકાય છે. તેથી જ તમારા બાળકને જો અસ્થમા હોય તો કૃપા કરી ચિંતા કરશો નહીં. માત્ર અમારી ફિલ્મ "અસ્થમા પર વિજય" પર ક્લિક કરો. જુઓ કે કેવી રીતે અસ્થમા સાથેના બાળકો સામાન્ય બાળકો કરી શકે છે તેવું બધું જ કરી શકે છે. તમે સ્પષ્ટપણે જાણી શકશો કે તમારું બાળક પણ બધું જ કરી શકે છે. હા, નિયમિત શાળામાં હાજર થવું, આઇસક્રીમ ખાવું અને ક્રિયાશીલ રમતો પણ રમી શકે છે.

મોટી ઉમરના વ્યક્તિના અસ્થમા કરતા બાળકોમાં થતો અસ્થમા ભિન્ન છે. બાળકો અસ્થમાના લાક્ષણિક લક્ષણો ન પણ દર્શાવે - હાંફ ચઢવી, શ્વાસ લેતા સિસોટી જેવો અવાજ થવો (વ્હીઝિંગ), ઉધરસ આવવી અને છાતીમાં દબાણ લાગવું. તદ્‍ઉપરાંત દરેક બાળકનો અસ્થમા ભિન્ન હોય છે. કેટલાક બાળકોને હળવો અસ્થમા હોય છે કે જ્યારે અન્યોને તીવ્ર અસ્થમા હોય છે. કેટલાકને વારંવાર ઉધરસ અને કેટલીક એલર્જીઓ થાય છે.

બાળકોમાં અસ્થમા સૌથી સામાન્ય ક્રૉનિક (લાંબા ગાળાની) વ્યાધિ છે. યુકેમાં ૧૧ બાળકોમાંથી ૧ ને અસ્થમા હોય છે. યુએસ‍એમાં, ૭ મિલિયન બાળકોને અસ્થમા છે. ભારતમાં, આશરે દર ૧૨ બાળકોમાં ૧ ને અસ્થમા છે. તેથી, જો તમારા બાળકનું અસ્થમા સાથે નિદાન થયું હોય, તો ચિંતા ન કરશો, તમે એકલા નથી.

છતાં, ઘણી વખત માતા-પિતાઓ ચિંતિત હોય છે કે અસ્થમાથી સામાજીક બદનામી થશે અને તે કે તેનાથી પોતાના બાળકના ભવિષ્ય ઉપર અસર થશે. તેથી જ્યારે એક ઍલોપેથિક ડૉક્ટર નિદાન કરે છે કે તેઓના બાળકને અસ્થમા છે, તેઓ બીજો અભિપ્રાય લેવાનું પસંદ કરે છે, અને એક સારવારથી બીજી સારવાર ઉપર જાય છે, તેવું વિચારીને કે ઍલોપથીમાં આડઅસરો થાય છે અને તે એક લાંબા ગાળાની સારવાર છે. પરંતુ આ બધી અસ્થમા વિશેની શંકાઓ છે. જેમ જેમ તમે વાંચતા જશો, તમારી શંકાઓનું સમાધાન થતું જશે અને તમને જાણ પણ થતી જશે કે તમારા બાળકના અસ્થમાને નિયંત્રિત કરવામાં કેવી રીતે મદદ કરી શકાય.
  ©2010 બ્રીથ ફ્રી, સર્વાધિકાર સુરક્ષિત.